ગુજરાતમાં ચાલુ રવી સિઝનમાં 43 લાખ ટન ઘઉનું ઉત્પાદન થવાનો વરતારો

ગુજરાતમાં ચાલુ રવી સિઝનમાં 43 લાખ ટન ઘઉનું ઉત્પાદન થવાનો વરતારો

 

માર્ચ મહિનામાં ઘઉં ભરવાની સિઝનમાં લોકલ ઘરાકી નિકળે છે.
પાછોતરા ઘઉંની ખેતરોમાં હજુ પોંખ અવસ્થા ચાલી રહી છે.

ઘઉં માટે ઠંડું હવામાન સારુ અનુકુળ આવે છે પરંતુ ગત ફેબ્રુઆરી મહિનો ખૂબ આકરો રહયો હતો. ગરમીએ જોર પકડયું ત્યારે દાણા અવસ્થાએ ઘઉંનો પાક થોડો મુરઝાયો હતો. વિવિધ માર્કટયાર્ડોમાં ઘઉંની આવકની શરુઆત થઇ ગઇ છે. માર્ચ મહિનાનો સમય સામાન્ય રીતે ઘઉં ભરવાની સિઝન ગણાય છે આથી લોકલ ખરીદી પણ નિકળે છે, જો કે ખોરાકની પધ્ધતિ અને જીવનશૈલી બદલાતા ઘઉંનો વપરાશ પણ વધઘટ થતો રહે છે. વિવિધ જાતો અને તેની ગુણવત્તા મુજબ 550 થી માંડીને 750 સુધીના ભાવ બોલાય છે. રાજકોટમાં લોક વન ઘઉંનો ભાવ 20 કિલો મુજબ 588 થી 630 જેટલો રહયો છે. જેમને પાછોતરા ઘઉં આવ્યા હતા તેમના ખેતરમાં હજુ પોંખ અવસ્થા ચાલી રહી છે.

આમ પ્રતિકૂળ હવામાનની વચ્ચે પણ ચાલુ રવી સિઝન દરમિયાન ગુજરાતમાં 43 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ છે.ગુજરાતમાં અમદાવાદ અને ભાવનગર જિલ્લા વચ્ચેના વિસ્તારમાં ભાલિયા ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. ભાલપ્રદેશ પરથી ભાલિયા ઘઉં નામ પડયું છે. ભાલિવા ઘઉંના વાવેતર માટે સિંચાઇની જરુર પડતી ન હોવાથી બિન પિયત ઘઉં પણ કહેવામાં આવે છે. ભાલિયા ઘઉંનું પણ સારું ઉત્પાદન થાય તેવો વરતારો છે. ગત છેલ્લા કેટલાક વર્ષોમાં રાજયમાં થયેલા ઘઉં ઉત્પાદનની વાત કરીએ તો 2023-24ના વર્ષમાં 39.03 લાખ ટન ઉત્પાદન થયું હતું. 2022-23માં 41.03 લાખ ટન થયું હતું. વર્તમાન સમયે જે અંદાજ મુકવામાં આવ્યા છે તેટલું ઉત્પાદન 2020-21માં અંદાજવામાં આવ્યું હતું.

 

CATEGORIES
Share This