રાજકોટ યાર્ડમાં જણસીના ઢગલા, 1050 ટન મગફળીની આવક
- મગફળીના 930-1210, કપાસના 1350-2660ના ભાવે સોદા
- વીસ-વીસ હજાર મણ કપાસ અને સોયાબીન ઠલવાયા
- અડદ, મગ સહિતના ખરીફ પાકોથી છલકાતું મા.યાર્ડ
રાજકોટ : બે દિવસની રજા બાદ આજે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો ખુલતા જ હજારો વાહનોમાં કૃષિપેદાશો ઠલવાઈ હતી અને અનાજ,કઠોળના સોદાનો ધમધમાટ શરુ થયો હતો. રાજકોટ યાર્ડમાં આજે એક દિવસમાં જ 1050 ટન એટલે કે 52,500 મણ મગફળીની આવક નોંધાઈ છે જે સીઝનની સૌથી વધારે છે.
આ ઉપરાંત 20 હજાર મણ કપાસ અને 20 હજાર મણ સોયાબીનની આવક પણ નોંધાઈ છે. મગફળીના ભાવ પ્રતિ મણ રૂ.930-1210 મળ્યા હતા જે ટેકાના ભાવ કરતા આંશિક ઓછા છે. જ્યારે કપાસના ભાવ રૂ.1350થી 1660ના ભાવે અને સોયાબીનના મબલખ પાક વચ્ચે રૂ.780-875ના ભાવે સોદા પડયા હતા. આ ઉપરાંત ખરીફ પાક, અડદની 5250 મણ, મગની 7000 મણની આવક નોંધાઈ હતી.
ખાસ કરીને, નાના,મધ્યમ ખેડૂતોને રવિ સીઝનની તૈયારી માટે તેમજ દિવાળીને ધ્યાને લઈને તેમજ અન્ય ખર્ચ કાઢવા માટે કૃષિપેદાશોના રોકડાની જરૃર હોય છે અને દિવાળી સુધી ભારે માવઠાં જેવું વિઘ્ન ન આવે તો ધૂમ આવક થવાની સંભાવના છે.
Read More : કપાસના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, મોરબીમાં સૌથી વધુ ભાવ મળ્યા, જાણો તમામ બજારના ભાવ
Read More : તેલિયા રાજા ખેલે ન ખેલે તો ગૃહિણીઓને વાજબી ભાવે સીંગતેલ મળશે