થરાદના આશિર્વાદ એગ્રોના ગોડાઉનમાંથી 22 થેલી શંકાસ્પદ ડીએપી ખાતર ઝડપાતા સીલ

થરાદના આશિર્વાદ એગ્રોના ગોડાઉનમાંથી 22 થેલી શંકાસ્પદ ડીએપી ખાતર ઝડપાતા સીલ
  • ખાતરની થેલીમાંથી માટી નિકળી હોવાની ફરિયાદ કરાઇ હતી : ખેડૂતની ફરિયાદ બાદ તંત્રમાં દોડધામ
  • ખેતીવાડી વિભાગે ખાતરના નમૂના લેબોરેટરીમાં મોકલી આપ્યા : દુકાનને બદલે ગોડાઉન સીલ કરાતાં સવાલ

પાલનપુર, ઢીમા: સરહદી વિસ્તારમાં ભોળાને આબુદ ખેડૂતોને છેતરવા માટે કેટલાક લેભાગું વેપારીઓ દ્વારા નકલી ખાતર માર્કેટમાં વેચાણ અર્થે લાવવામાં આવે છે અને તેને અસલી સમજી ખેડૂતો જ્યારે મોંઘા બિયારણ સાથે આ ખાતર તેમના ખેતરમાં નાખે છે. ત્યારે ફસલ બરબાદ થાય છે. અને ખેડૂતોને રોવાનો વારો આવે છે.

આવા જ એક કેસમાં એક વેપારીએ ખેડૂતને નકલી ડીએપી ખાતર પધરાવ્યું હતું. જોકે તે બાદ હંગામો થતા થરાદ એગ્રીકલ્ચર અધિકારી દ્વારા આ વેપારીને ત્યાં જરૂર પડી શંકાસ્પદ ખાતરના કટ્ટા ઝડપવામાં આવ્યા હતા. જેને સેમ્પલ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા.

આ મામલે મળતી વિગત જોઈએ તો ખેડૂત આગેવાન સમક્ષ રડતી આંખે,થરાદ તાલુકાના દિપડા ગામના તેજાભાઈ ખેડૂતે ફરિયાદ કરી અને જાહેર કર્યું હતું કે થરાદ ની આશિર્વાદ એગ્રી દુકાનમાંથી તેણે 8 કટ્ટા 18.46 ડી.એ.પી ની ખરીદી કરી હતી. પરંતુ ઘરે જઈ ચેક કરતા ખાતરના કટ્ટામાંથી માટી નિકળી હતી.

જો કેટલી બાદ હંગામો થયો હતો અને કિસાન મોરચો પણ આ ઠગાઈ કરતા વેપારી સામે, પગલા લેવા માટે ખેતીવાડી અધિકારીઓને રજૂઆત કરી હતી.ત્યાર બાદ ખેડૂતે પરત આશિર્વાદ એગ્રોમાં આવી ખેતીવાડી વિભાગને પણ જાણ કરી હતી.જેમાં ફરિયાદ બાદ ખેતીવાડી વિભાગ હરકતમાં આવ્યું હતું અને ઘટના સ્થળે આવી તપાસ કરી હતી.

આ મામલે ખેતીવાડી વિભાગના અધિકારી દિપાલીબેન દેસાઈએ આ નકલી ખાતર વેચાણ કરતા આશીર્વાદ એગ્રોમાંથી અંદાજિત 23 જેટલી 50 કિલોની બેગ શંકાસ્પદ લાગતા તેમાંથી સીલ કર્યું હતું અને આ જથ્થો પણ જપ્ત કર્યો હતો. આ મામલે ખેડૂતની થયેલી કથિત થગાઈ મામલે કિસાન મોરચા સાથે અગ્રણી ખેડૂતો પણ નારાજ છે. અને આ મામલે મોટા માથાઓને ઝડપી પાડવા માટે તેઓએ રજૂઆત કરી છે.આશિર્વાદ એગ્રો દુકાનદારે આ ખાતર કઈ કંપની પાસેથી અથવા કયા વ્યક્તિ પાસેથી ખરીદ્યું હતું તેનો તાગ પણ મેળવવો જોઈએ તેવી તેમને માંગ કરી છે.

આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે આ રાજ્ય વ્યાપી મસ મોટું કૌભાંડ છે અને હજારો બોલ્યો સરહદી વિસ્તારના ભોળા ખેડૂતોને છેતરવા માટે વેચાણ અર્થે લાવવામાં આવે છે. સરકારનું અલાયદું ખેતીવાડી વિભાગ આ મામલાની તપાસ કરવાની જગ્યાએ ઢાંકપીછોડ કરી રહ્યું છે. અને આશીર્વાદ એગ્રીની નાનકડી દુકાને સીલ કરી મોટા ગોદામને આબાદ રાખ્યું છે. તેવા આક્ષેપો કર્યા હતા.

ખેતીવાડી અધિકારી એમ.એસ.પટેલ શું કહે છે?
આ મામલે થરાદ વિભાગના ખેતીવાડી અધિકારી એમ.એસ પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે ફરિયાદ બાદ તુરંત કાર્યવાહી કરવામાં આવી છે અને સંબંધિત દુકાન પર જરૂર આ કાર્યવાહી કરી મારી ટીમે 23 જેટલી 5 કિલો વજનની ડીએપી ખાતરની બેગો ઝડપી છે. પ્રથમ દ્રષ્ટિએ આ ખાતરનો જથ્થો શંકાસ્પદ લાગે છે. જેથી તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. પીડિત ખેડૂતની ફરિયાદને તુરત ન્યાય આપી કાર્યવાહી કરવામાં આવી છે.અને શંકાસ્પદ ખાતાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે જેને લેબોરિટી ટેસ્ટ માટે મોકલવામાં આવેલ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ ખાતર શંકાસ્પદ જણાય તો ખેતીવાડી સ્થાનિક શાખા નો સંપર્ક કરવો. અમારી ટીમ તુરંત યુદ્ધ ધોરણે કાર્યવાહી કરશે.


આ પણ વાંચો: પશુપાલકો ચેતી જજો! તમારા પશુને ખરવા-મોવાસાની રસી નહીં અપાવો તો પશુ ખોઈ બેસશો 

આ પણ વાંચો: સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા પેન્શન

CATEGORIES
TAGS
Share This