હિંમતનગરના ખરીદી કેન્દ્રમાં 4 દિવસમાં 2,346 બોરી મગફળીની આવક થઇ

હિંમતનગરના ખરીદી કેન્દ્રમાં 4 દિવસમાં 2,346 બોરી મગફળીની આવક થઇ
  • ટેકાના ભાવ કરતાં ખાનગીમાં 20 કિલાના રૂ 144નો વધુ ભાવ
  • ટેકાના ભાવે મગફળી વેચવા 120 ખેડૂતોને બોલાવ્યા પણ માત્ર 32 ખેડૂતો
  • 5 ખેડૂતોના સેમ્પલ ચકાસણીમાં ફેઈલ

હિંમતનગર | રાજ્ય સરકાર દ્વારા ગત સોમવારથી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું છે. હિંમતનગરના ખરીદી કેન્દ્રમાં પાછલા 4 દિવસ દરમિયાન 120 ખેડૂતોને મગફળીનું વેચાણ કરવા માટે બોલાવ્યા હતા પરંતુ માત્ર 32 ખેડૂતો આવ્યા હતા અને તે પૈકી 5 ખેડૂતોના સેમ્પલ ચકાસણીમાં નિષ્ફળ રહ્યાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સરકાર દ્વારા ખેડૂતો સાથે વેપારીઓ લૂંટ ન ચલાવે તે માટે ટેકાના ભાવે દર વર્ષે મગફળી, સોયાબીન સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે પાછોતરા વરસાદના કારણે સાબરકાંઠાના ખેડૂતો પાયમાલ થયેલા છે. સરકારે ગત તા.11 નવેમ્બરથી ટેકાના ભાવે 20 કિલોગ્રામ દીઠ રૂ.1,356ના ભાવથી મગફળીની ખરીદી શરૂ કરી છે.

હિંમતનગરના ખરીદી કેન્દ્રમાં પાછલા 4 દિવસથી ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતો તદ્દન નિરૂત્સાહી હોય તેવું ચિત્ર ઉ5સ્યું છે. ખરીદી કેન્દ્ર ઉપર મગફળીની ગુણવત્તા અને ઉતારો બેસે છે કે કેમ ? તેની ચકાસણી પછી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવતી હોય છે પરંતુ હિંમતનગર માર્કેટયાર્ડમાં દેવદિવાળીના દિવસે 16,000 બોરી મગફળીની આવક થઈ હતી અને ખેડૂતોને મગફળીની ગુણવત્તા પ્રમાણે 20 કિલોગ્રામ દીઠ રૂ 960થી 1500 સુધીનો અધિક્તમ ભાવ મળતાં ટેકાના ભાવ કરતાં 5ણ ખેડૂતોને મણ દીઠ ખાનગી બજારમાં રૂ 144 વધુ મળી રહ્યા છે તેના કારણે મગફળી ખરીદી કેન્દ્ર ઉપર ખેડૂતોની પાંખી હાજરી ઉડીને આંખે વળગી રહી છે.     

ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂ થઈ ત્યારે દરરોજ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા 30 ખેડૂતોને દરરોજ મેસેજ મોકલીને મગફળી વેચાણ કરવા જણાવવામાં આવે છે પરંતુ આશ્ચર્ય વચ્ચે 120 ખેડૂતોમાંથી માત્ર 32 ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા.

પાછલા 4 દિવસમાં મગફળીની આવક

તારીખ મગફળીની આવક
11 નવેમ્બર 993 બોરી
12 નવેમ્બર 378 બોરી
13 નવેમ્બર 323 બોરી
14 નવેમ્બર 652 બોરી

માત્ર 32 ખેડૂતો મગફળી વેચવા આવ્યાં

તારીખ ખેડૂતો
11 નવેમ્બર 14
12 નવેમ્બર 05
13 નવેમ્બર 04
14 નવેમ્બર 09

CATEGORIES
TAGS
Share This