વડોદરા જિલ્લામાં બે દિવસમાં 535 ખેડૂત સભા મળશે

વડોદરા જિલ્લામાં બે દિવસમાં 535 ખેડૂત સભા મળશે

વડોદરા: વડોદરા જિલ્લામાં બે દિવસનો કૃષિ મહોત્સવ સંપન્ન થયા બાદ હવે દરેક ગ્રામ પંચાયતમાં બે દિવસ માટે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

કૃષિ મહોત્સવ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, આધુનિક ટેકનોલોજી અને યોજના કે માહિતી આપવામાં આવી હતી. વડોદરા જિલ્લાના આઠ તાલુકામાં બે દિવસ દરમિયાન કૃષિ મહોત્સવમાં 10,000 જેટલા ખેડૂતોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

હવે આગામી તા.10 અને 11મી એ વડોદરા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેડૂત સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કૃષિ મહોત્સવ નું મૂલ્યાંકન ઉપરાંત સરકારી યોજનાઓ માટે ડિજિટલ ફાર્મર કાર્ડનું રજીસ્ટ્રેશન ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓને લગતી વિગતો આપવામાં આવશે.

વડોદરા જિલ્લામાં 535 ગ્રામ પંચાયતોમાં ખેડૂત સભા યોજવા માટે ગ્રામ સેવકો, તલાટીઓ તેમજ અન્ય કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

CATEGORIES
TAGS
Share This