વડોદરાના ખેડૂત ફળ-શાકભાજીની પ્રાકૃતિક ખેતીથી કરી રહ્યાં છે 4થી 5 લાખની કમાણી

વડોદરાના ખેડૂત ફળ-શાકભાજીની પ્રાકૃતિક ખેતીથી કરી રહ્યાં છે 4થી 5 લાખની કમાણી

પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બંજર જમીનને ઉપજાઉ બનાવી શકાય છે: ખેડૂત મોહનભાઈ નરગાવે

વધુ પાક ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનાથી જમીનની તંદુરસ્તી તો બગડે જ છે પરંતુ સાથે સાથે માનવ સ્વાથ્ય ઉપર પણ તેની વિપરીત અસરો પડી રહી છે. પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે તેનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે.

પ્રાકૃતિક ખેતી એટલે ભારતની પરંપરાગત ખેતી પધ્ધતિ મુજબ હાલના સમયમાં કરવામાં આવતી રસાયણમુક્ત ખેતી. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જાંબુગોરલ ગામના ખેડૂત મોહનભાઈ નરગાવેએ પોતાની જમીનમાં પંચસ્તરીય બાગાયતી જંગલ મોડેલ અપનાવ્યું છે. તેઓ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેતી કરે છે.

 Desar talukas Farmers earning 4 to 5 lakhs through natural cultivation of fruits vegetables

પપૈયા,ચીકુ, કેળા વગેરે જેવા ફળના પાકો તથા લીલી શાકભાજી જેવા કે સરગવો, ફુદીનો, રીંગણ જેવા શાકભાજીના પાકો મળીને કુલ 15થી વધારે પાકોનું પ્રાકૃતિક ખેત પદ્ધતિથી વાવેતર કરીને દર વર્ષે અંદાજે રૂ.4 થી 5 લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે. મોહનભાઈ ગીર ગાય આધારિત ખેતી કરી રહ્યા છે.

પ્રાકૃતિક કૃષિ કરવાથી જમીનમાં અળસિયાની સંખ્યા વધી છે. જેથી જમીનની ભેજ ધારણશક્તિ વધવાના કારણે પિયતની સંખ્યા પણ ઘટી છે. મોહનભાઈ કહે છે કે આજના આધુનિક યુગમાં જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. દવાઓના બેફામ ઉપયોગના કારણે બિમારીઓ દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે સારા સ્વાસ્થ્ય માટે દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ.


Read More: પાદરાના ખેડૂતે 9 વીઘા જમીનમાં મિશ્ર પ્રાકૃતિક ખેતી કરી વર્ષે 3.5 લાખની કમાણી કરી

Read More: 73 વર્ષીય ખેડૂતે પુત્રને આપી કિડની, કુદરતી ખેતીના કારણે પિતા-પુત્ર 15 વર્ષથી સ્વસ્થ જીવન જીવે છે!

CATEGORIES
TAGS
Share This