હળવદમાં પાછોતરા વરસાદમાં મગફળી- કપાસનો પાક પલળ્યો

હળવદમાં પાછોતરા વરસાદમાં મગફળી- કપાસનો પાક પલળ્યો
  • સત્વરે સર્વે કરી વળતર ચૂકવવા માંગ
  • વરસાદના કારણે ખેતરમાં તૈયાર પાક ભીંજાઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું વળ્યું

Unseasonal Rain in Halvad | હળવદ શહેર અને પંથકમાં વરસાદ થતાં ખેતીના પાકોને ભારે નુકસાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. હળવદ શહેર અને પંથકમાં ભારે પવનના સુસવાટા વિજળીના કડાકા સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે ખેડૂતોના કપાસ અને મગફળીના પાક ઉપર માઠી અસર થવા પામી છે.

હળવદ પંથકમાં ખેડૂતોને કપાસ અને મગફળીના પાક લેવાના સમયે આવેલા વરસાદથી નુકસાનની ભીતી સેવાઈ રહી છે. મગફળી, કપાસ સહિતના પાકો પાકીને તૈયાર થવાની અણી ઉપર હતા ત્યારે વરસાદે પાકને ભીંજવી દેતા બગડી જવાની નોબત આવી છે.

એક ખેડૂતે જણાવ્યું હતું કે, તેણે 15 વીઘામાં કપાસ અને 15 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે. જે પાકીને તૈયાર હતો ત્યારે પાછોતરા વરસાદને કારણે હવે નુકસાન થવાનો ભય છે, સાથે કપાસ પણ બગડવાની સ્થિતિએ આવી ગયો છે. જ્યારે અન્ય એક ખેડૂતે જણાવ્યું હતું કે, પછોતરા વરસાદને કારણે પાંચ વીઘામાં કરેલી મગફળી સંપૂર્ણ પલળી ગઈ છે જેથી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર સત્વરે સર્વે કરી વળતર ચૂકવે તેવી માંગણી ઉઠી છે.


Read More : સાયલા પંથકમાં બે ઈંચ વરસાદથી ખેતરમાં તૈયાર પાક પર પાણી ફર્યું

Read More : ગુજરાતમાં અનેક શહેરમાં ગાજવીજ સાથે વરસાદ, કપાસ-મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ

CATEGORIES
TAGS
Share This