મગફળીના પાકને નુકસાન પહોંચાડતી જીવાતોને અટકાવવાનો અસરકારક ઉપાય

મગફળીના પાકને નુકસાન પહોંચાડતી જીવાતોને અટકાવવાનો અસરકારક ઉપાય
  • તતડિયાનો ઉપદ્રવ સૂયા બેસતી વખતે હોય તો ડોડવામાં દાણા ચીમળાયેલા રહે છે
  • ખેતરમાં મોલોને ખાનારા પરભક્ષી દાળિયાની હાજરી વધુ હોય તો જંતુનાશક દવાઓ છાંટવાનું ટાળવું
  • વધુ ઉપદ્રવ વખતે શોષક પ્રકારની દવાઓ જેવી કે ફોસ્ફામિડોન અથવા મિથાઈલ-ઓ-ડિમેટોન 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો
  • જીવાતોની દરેક અવસ્થાએ તેમની વસતી ઘટાડી શકાય તેવા ઉપાયોનું સંકલિત આયોજન કરો
  • યલો સ્ટિકી ટ્રેપ લગાવી ઉપદ્રવની માત્રા જાણો

મગફળી ખૂબ જ અગત્યનો ખાદ્ય તેલીબિયાં પાક છે. ઉનાળામાં જ્યાં પિયત પાણીની સગવડતા છે તેવા વિસ્તારોમાં બાજરી, ઘઉં, તલ, મગફળી વગેરે પાકોનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે પિયતની મુશ્કેલી હોવા છતાં ખેડૂતોએ ઉનાળુ વાવેતર પર ભરોસો રાખ્યો છે. ચોમાસુ મગફળીમાં ભાવની તલીફ પડવા છતાં ઘણાં વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે.

મગફળીના પાકને હાલમાં બેવડી ઋતુથી રોગ જીવાતનો ભય રહે છે. થોડા સમય પહેલા કમોસમી વરસાદ થયો હતો. આ સિવાય અત્યારે દિવસે ઊંચું તાપમાન રહેવા છતાં રાત્રિના સમયમાં ઠંડા થઈ જતા વાતાવરણને લીધે પાકમાં મુશ્કેલી ના પડે તે માટે સમયસર ઉપાયો અજમાવવા જરૂરી છે.

મગફળીમાં મોલો, તડતડિયા, લીલી ઈયળ, પાનખાનાર ઈયળ વગેરેનો પણ મોટા પ્રમાણમાં ઉપદ્રવ રહે છે. એક તો ઓછું વાવેતર હોય અને પાકમાં જીવાતોનો ઉપદ્રવ ચાલુ થઈ જાય તો તેની સીધી ઉત્પાદન ઉપર અસર પડે છે. પાકમાં નુકસાનના પ્રકારથી આ બધી જીવાતોનું સચોટ નિદાન કરી ભલામણ મુજબની દવાઓનો છંટકાવ કરી નિયંત્રણમાં લઈ ઉત્પાદન જાળવી શકાય છે.

મોલો : મગફળીના છોડ પીળાશ પડતા જણાય, ડૂંખો અને સૂયા પર કાળાશ પડતી જીવાતના થર જણાય છે. છોડને અડકતા ચીકાશ જણાય આવે, છોડ કાળા રંગના દેખાય, છોડની વૃદ્ધિ અટકી જાય અને પાક નબળો જણાય જે મોલો મશીનો ઉપદ્રવ છે. ઘણાં ખેડૂતો તેને ગળો આવ્યો તેમ પણ કહે છે. જો મગફળીમાં સૂયા બેસવાનાં સમયે મોલોનો ઉપદ્રવ હોય તો સૂયા ચીમળાઈ જાય છે અને પોપટા બંધાતા નથી.

તડતડિયા : મગફળીમાં પાનની ટોચો અને ધારો પીળી પડેલી જણાય. છોડ ફિક્કા પડે, પાન સૂકાતા જણાય અને તેની સાથે બારીકાઈથી તપાસતા પીળાશ પડતા લીલા રંગની ત્રાંસી ચાલતી જીવાત જણાય આવે તો તે તડતડિયાનું નુકસાન દર્શાવે છે. આ જીવાતનો ઉપદ્રવ સૂયા બેસતી વખતે હોય તો ડોડવામાં દાણા ચીમળાયેલા રહે છે. આવા દાણાનું વાવેતર કરતાં ઉગાવો ઓછો થાય અને તેલનું પ્રમાણ ઘટે છે.

મોલો – તડતડિયામાં સંકલિત ઉપાય : ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ અથવા વર્ટિસિલિયમ લેકાની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. યલો સ્ટીકી ટ્રેપ લગાવી ઉપદ્રવની માત્રા જાણવી. વધુ ઉપદ્રવ વખતે શોષક પ્રકારની દવાઓ જેવી કે ફોસ્ફામિડોન અથવા મિથાઈલ-ઓ-ડિમેટોન 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાયે 10થી 12 દિવસે બીજો છંટકાવ કરવો. ખેતરમાં મોલોને ખાનારા દાળિયાની હાજરી વધુ હોય તો જંતુનાશક દવાઓ છાંટવાનું ટાળવું.


Read More: જમીનને વર્મી કમ્પોસ્ટ ખાતર થકી બનાવો ફળદ્રુપ, થશે મબલક આવક

Read More: ફુવારા સિંચાઈ : ગરમીમાં છોડને બચાવતી ઉત્તમ ટેક્નોલોજી

CATEGORIES
TAGS
Share This