વડોદરા જિલ્લામાં DAP ખાતરની તીવ્ર અછત, ચોમાસામાં ફટકો પડ્યા બાદ રવિ પાક પર પણ સંકટ

વડોદરા જિલ્લામાં DAP ખાતરની તીવ્ર અછત, ચોમાસામાં ફટકો પડ્યા બાદ રવિ પાક પર પણ સંકટ

વડોદરા: વડોદરા જિલ્લામાં રવિ પાક લેવા માંગતા ખેડૂતો ને બે મહિનાથી પાયા રૂપ ગણાતું ડીએપી ખાતર નહીં મળતા ભારે રોષની લાગણી વ્યાપી છે.

વડોદરા જિલ્લામાં ચોમાસામાં પૂરના પાણીને કારણે કુલ આઠ તાલુકા માંથી સાત તાલુકામાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. ખેડૂતોને મળેલી સરકારી સહાય પણ માત્ર દેખાવ પૂરતી છે. જેની સામે નુકસાન અનેક ઘણુ વધારે છે. વળી જે ખેડૂતોને 33 ટકાથી ઓછું નુકસાન થયું હોય તેઓને વળતરની એક પાઈ પણ મળી નથી.

ચોમાસામાં પડેલા ફટકાની કળ હજી વળી નથી ત્યાં ઘઉં, મકાઈ, બાજરી, વટાણા, ચણા, રાઈ જેવા શિયાળુ પાક (રવિ પાક) લેવા માંગતા ખેડૂતોને હવે મૂળભૂત જરૂરિયાતવાળા ડીએપી ખાતરની અછત પરેશાન કરી રહી છે.

ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લા દોઢથી બે મહિના દરમિયાન અમને ડેપો પર યુરિયા નથી તેવા જવાબ આપવામાં આવી રહ્યા છે અને દસ દિવસ પછી આવો તેમ કહી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. હવે વાવણી નો સમય આવી ગયો છે ત્યારે ડીએપી ખાતર નહીં મળવાથી શિયાળુ પાક પણ ગુમાવવો પડે તેવો વખત આવ્યો છે. સરકારે એક સપ્તાહની અંદર આ ખાતરની વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે બીજા ખાતર અમારા માટે બીન ઉપયોગી છે.


Read More: રવિ સીઝનની શરૂઆતમાં જ DAP ખાતરની અછત થતાં ખેડૂતો ચિંતિત

Read More: જગતના તાતની મુસીબતનો પાર નથી, એક બાજુ નાણાંભીડ ને બીજી બાજુ DAP ખાતરની અછત

CATEGORIES
TAGS
Share This