તલોદ માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોની મબલખ આવક, આજે 12,062 બોરીની આવક
તલોદ: સાબરકાંઠા જિલ્લાના તલોદ માર્કેટ યાર્ડમાં લાભપાંચમના દિવસથી પ્રતિ દિન ખેત પેદાશોની હજારો બોરી વેચાણ માટે આવતી હોઇ માર્કેટ યાર્ડના વિશાળ મેદાનમાં કીડીયારા ઉભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
આજે મહિના ના બીજા શનિવારે પણ અહી કુલ ૧૨૦૬૨ બોરી માલ વેચાણ માટે ખેત ઉત્પાદકો લઇને આવ્યા હતા.જ્યાં ભારે ભીડ ભાડ જોવા મળતી હતી .
આજે આવેલ માલ માં 5,985 બોરી મગફળી અને 5363 બોરી ડાંગર નો સમાવેશ થાય છે. તદ ઉપરાંત એરંડા, બાજરી, ઘઉં, જુવાર, ડાંગર,સોયાબીન અને હરસોલ સબ યાર્ડ ખાતે થયેલ કપાસ નો સમાવેશ થાય છે. યાર્ડ સમિતિના ચેરમેન સંજય પટેલની ટીમ અહી વેપારી અને ખેડૂત બંને નું હિત જળવાય તે બાબતે કટી બધ્ધ છે.
CATEGORIES Trending