હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક, 900 જેટલાં વાહનોમાં 80 હજાર ગુણી આવી
- રાત્રિના દસ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીમાં અંદાજે 80,000 મગફળીની ગુણી ઉતારી લેવાઈ
- યાર્ડમાં આજે હરાજીની પ્રક્રિયાઓ શરૂ થતાં મગફળીની ગુણીનો 800 રૂપિયાથી 2,250 રૂપિયાનો ભાવ બોલાયો
Hapa Market Yard | જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે રાતે 10:00 વાગ્યાથી આજે વહેલી સવારે 5 વાગ્યા સુધી મગફળીની ગુણી ઉતારવાનું કામ શરૂ કરાયું છે, અને રેકોર્ડબ્રેક 900થી વધુ વાહનોમાં ખેડૂતો પોતાનો મગફળી લાવ્યા છે, જે તમામને ટોકન અપાયા હતા, અને સવારે પાંચ વાગ્યા સુધીમાં તમામ વાહનો માંથી મગફળી ઉતારી લેવાઇ છે, અને અંદાજે 80,000 મગફળીની ગુણી ઉતારી લેવાઇ છે. આજે હરાજીની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે દરમિયાન મગફળીની ગુણીના 800 રૂપિયાથી 2,250 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં રાત્રિના 10થી સવારે 5 સુધી મગફળીની આવક ખોલવામાં આવી હતી, અને સવારે 6 વાગ્યા સુધી આવેલ વાહનોને ટોકન આપવામાં આવ્યા હતા. ત્યારપછી આવક બંધ કરવામાં આવી છે. જે દરમિયાન રેકોર્ડબ્રેક 900 મગફળીના વાહનોને ટોકન આપવામાં આવ્યા હતા, જે પૈકી 650 વાહન ની ઉતરાઈ થઈ ચૂકી છે, અને બાકીની ચાલુ છે.
અંદાજિત 75,000થી 80,000 ગુણીની આવકની સંભાવના છે. યાર્ડમાં જગ્યા હશે ત્યાર સુધી મગફળી ઉતારવામાં આવશે. આજે હરરાજીમાં મગફળીના ભાવ 900થી 2,250 નોધાયો છે, જે હરરાજી હજુ ચાલુ રખાઈ છે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે બે દિવસથી મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગી ગયા છે. લાભ પાંચમના સૌ પ્રથમ મગફળીની ખરીદી શરૂ થઈ હતી, અને યાર્ડને ખુલ્લું મુકાયું હતું, પરંતુ એક જ દિવસમાં યાર્ડ સંપૂર્ણપણે ભરાઈ ગયું હોવાથી મગફળી લઈને આવવા માટે ખેડૂતો પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ આજે સોમવારથી ફરીથી નવી મગફળીની હરાજીની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવનાર હોવાથી ખેડૂતો બે દિવસ અગાઉથી જ હાપા માર્કેટિંગ યાર્ડના દ્વારે કતાર બંધ ગોઠવાયા છે, જેના કારણે વાહનોના થપ્પા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ આજથી ટેકાના ભાવે મગફળી સહિતની જણસીની ખરીદી શરૂ થશે, મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ
આ પણ વાંચોઃ ખેડૂતો માટે કપાસના ભાવ 175 ઘટયા, છતાં કપાસિયા તેલના ભાવ 500 વધ્યા