પૂરમાં થયેલા નુકસાનના વળતરમાં ધાંધલી, સર્વેના ફોર્મ ભર્યા બાદ અનેક ખેડૂતોને રકમ મળી નથી
વડોદરા: વડોદરા જિલ્લામાં ખેડૂતોને ચોમાસામાં થયેલા નુકસાનના વળતરમાં ધાંધલી થઈ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સર્વેના ફોર્મ ભર્યા બાદ પણ અનેક ખેડૂતોને રકમ મળી નથી
વડોદરા જિલ્લામાં આઠ તાલુકામાંથી સાત તાલુકામાં પૂરમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જેથી સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું. સરકાર દ્વારા એક મહિનામાં રિપોર્ટ તૈયાર કરી વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી.
વડોદરા જિલ્લામાં થયેલા સર્વે મુજબ 267 ગામડાઓમાં નુકસાન થયું હોવાની વિગતો જાણવા મળી હતી. ખેતીવાડી વિભાગ દ્વારા 11 કરોડ થી વધુનું વળતર ચૂકવવામાં આવ્યું હોવાનું કહેવાયું છે. પરંતુ સાવલી તાલુકા સહિતના અનેક વિસ્તારોના ખેડૂતો એ તેમના સર્વેના ફોર્મ ભર્યા પછી પણ હજી વળતર મળ્યું નથી તેવા આક્ષેપો કર્યા છે.
આ પણ વાંચોઃ સાવલી તાલુકાના ખેડૂતો રવી પાકને બચાવવા ડીઝલ પંપના સહારે, કેનાલમાં પાણી છોડવા માગ
આ પણ વાંચોઃ રવિ સીઝનની શરૂઆતમાં જ DAP ખાતરની અછત થતાં ખેડૂતો ચિંતિત