ઊંચી મજૂરી આપવા છતાં મજૂરો નહીં મળતાં અમરેલી જિલ્લાના ખેડૂતો પરેશાન

ઊંચી મજૂરી આપવા છતાં મજૂરો નહીં મળતાં અમરેલી જિલ્લાના ખેડૂતો પરેશાન
  • દિવાળી બાદ વતન ગયેલા શ્રમિકો હજુ નથી ફર્યા પરત
  • ચોમાસુ પાક લણવામાં તથા શિયાળુ પાકનાં વાવેતરની તૈયારી ટાણે જ મજૂરોની અછત

અમરેલી જિલ્લામાં મગફળી તથા કપાસ સહિતનાં ચોમાસુ પાક લણવામાં આવી રહ્યાં છે. સાથે શિયાળુ સીઝનના પાકની પણ ખેડૂતો તૈયારી કરી રહ્યાં છે. પરંતુ સુઝીનમાં મજૂરોની ઘટ્ટને કારણે ખેડૂતો મૂશ્કેલીમાં મૂકાયા છે. ઊંચી મજૂરી ચૂકવવા છતાં પણ મજૂરો ન મળવાને કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે.

જિલ્લાનાં લાઠી, અમરેલી, બાબરા, સાવરકુંડલા, રાજુલા, ધારી સહિતનાં વિસ્તારોમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના વિવિધ ખેતી પાકોનું વાવેતર કરાયું છે. આ ચોમાસું પાક પર કમોસમી વરસાદની આફત વચ્ચે ઝઝુમી વાતાવરણ સારૂ થતા ખેડૂતો ખેતી પાક લણી રહ્યાં છે.

ઉપરાંત શિયાળુ પાકના વાવેતરની તૈયારી કરી રહ્યાં છે. હાલ તો ખેડૂતોને ખેતરમાં બિનજરૂરી ખડવાઢવા, મગફળીના કામ માટે કપાસ વીણવા કે પછી છૂટક કામો કરવા માટે ખેતરમાં મજૂરોની તાતી જરૂરિયાત છે. પરંતુ કઠણાઈ છે કે મજૂરો મળી રહ્યા નથી.

પહેલા કમોસમી વરસાદ બાદ બગડેલા પાકની મૂશ્કેલી અને હાલ મજૂરો ન મળવાને કારણે ખેડૂતો કગફોડી સ્થિતિમાં મૂકાયા છે. ખેડૂતો મજૂરોને રૂ.300 કે તેથી વધુ દાડી માટે અને કપાસ વીણવાના મણ દીઠ રૂ 180 ચૂકવી રહ્યાં છે. છતાં પણ મજૂરો ન મળવાથી માર્કેટમાં માલ પહોંચાડવામાં પરેશાની થઈ રહી છે.

ખાસ તો દિવાળી બાદ કેટલાક મજૂરો વતનમાંથી પરત ફર્યા નથી, તેમજ લગ્નની સિઝન હોવાને કારણે પણ મજૂરો ન મળવાથી જગતના તાત માટે મૂશ્કેલી સર્જાઈ છે.


CATEGORIES
TAGS
Share This