ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયામાં સુધારો કરોઃ કિસાન સંઘ

ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયામાં સુધારો કરોઃ કિસાન સંઘ

તલોદ | સરકારે નિયત કરેલ ટેકાના ભાવે મગફળી ખરીદ કરતા કેન્દ્રો ઉપરની વર્તમાન સિસ્ટમમાં આમૂલ ફેરફાર કરવા બાબતે આજે તલોદ તાલુકા કિસાન સંઘે તલોદ તાલુકાના નવનિયુક્ત મામલતદાર શિલ્પા બહેન જોષી ને એક આવેદન પત્ર સુપ્રત કર્યું હતું.

ખરીદ કેન્દ્રો ઉપર રોજ માત્ર 20 ખેડૂતોને જ મેસેજ દ્નારા મગફળીના વેચાણ માટે બોલાવવામાં આવે છે. દાવો છે કે, આ પદ્ધતિ જો આમજ ચાલુ રહેશે તો, મગફળીના સેંકડો ઉત્પાદકોને સમયાંતરે ભારે અન્યાય થશે. જેથી તેમ ના થાય તે માટે 20ને બદલે 50 જેટલા ખેડૂતોને મેસેજ મોકલી, બોલાવી, ટેકાના નિયત ભાવે માલ ખરીદ કરવો જોઈએ તેવી માંગ બુલંદ બની છે. જે માંગ દોહરવવા આજે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.

CATEGORIES
TAGS
Share This