ડિજિટલ ફાર્મર કાર્ડનું રજિસ્ટ્રેશન ઠપ, તારીખ લંબાવી, ડોર ટુ ડોર ઝુંબેશ હાથ ધરાશે

ડિજિટલ ફાર્મર કાર્ડનું રજિસ્ટ્રેશન ઠપ, તારીખ લંબાવી, ડોર ટુ ડોર ઝુંબેશ હાથ ધરાશે
  • તમામ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવા માટે ડોર ટુ ડોર ઝુંબેશ હાથ ધરાશે
  • વડોદરામાં માત્ર 20% રજિસ્ટ્રેશન, તારીખ લંબાવી

વડોદરા: તમામ સરકારી યોજનાઓનો લાભ ઓનલાઇન મળી શકે તે હેતુથી શરૂ કરાયેલા ડિજિટલ ફાર્મર કાર્ડનું ઓનલાઇન રજિસ્ટ્રેશન ઠપ થઈ જતા રજિસ્ટ્રેશનની તારીખ લંબાવવી પડી છે.

કેન્દ્ર સરકારે પીએમ કિસાન નિધિ, બીમા યોજના તેમજ ખેડૂતોને લગતી અન્ય યોજનાઓનો લાભ ઓનલાઇન મળી શકે તે માટે આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડની યોજના અમલમાં મૂકી છે. જેમાં આધારકાર્ડ, 7/12 અને 8અ, જેવા પુરાવા ફરજિયાત છે.

ફાર્મર કાર્ડનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેમાં નોંધણી નહીં કરાવનાર ખેડૂતોને કોઈ પણ યોજનાનો લાભ નહીં મળી શકે તેમ કહેવામાં આવ્યું છે.

બિન સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લામાં અંદાજી બે લાખ જેટલા ખેડૂતો નોંધાયેલા હતા. પરંતુ ફાર્મર કાર્ડ માટે રજીસ્ટ્રેશન માત્ર 40 હજાર જેટલું જ થયું છે.

દરમિયાનમાં ઓનલાઇન પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાતા હાલ પૂરતું રજિસ્ટ્રેશનનું કામ બંધ કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિનભાઈ વસાવા એ કહ્યું છે કે, તા. 30 સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકશે. પરંતુ આ નિર્ણય હજી અંતિમ નથી. નવી તારીખ બાબતે ટૂંક સમયમાં સૂચના આવતા જ જાહેર કરવામાં આવશે.

CATEGORIES
TAGS
Share This