નર્સરી બનાવવા માટેની લાખોની સહાય, પણ કોને અને કેવી રીતે મળશે!

નર્સરી બનાવવા માટેની લાખોની સહાય, પણ કોને અને કેવી રીતે મળશે!

ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પગભર બની શકે અને રાજ્યને સુંદર અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા અલગ-અલગ યોજનાઓ બનાવવામાં આવે છે. આવી જ એક યોજના છે બગાયતી નિયામક કચેરીની. જેમાં સ્વરોજગાર બાગાયતી નર્સરી વિકાસનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ ગુજરાતના તમામ જિલ્લા માંથી ખેડૂત લઇ શકશે.

રાજ્યના ખેડૂતો વધુમાં વધુ બાગાયતી પાકો લઈ સમૃધ્ધ બને તેવા આશયથી અનેક યોજનાઓ કાર્યરત છે. જે ખેડૂતો નર્સરી વિકસાવવા માંગે છે તેવા ખેડૂતો માટે રાજ્ય સરકારની સ્વરોજગાર બાગાયતી નર્સરી વિકાસનો કાર્યક્રમ લાભદાયી સાબિત થશે. અહીંથી ખેડૂતોને નર્સરી વિકસાવવા માટે 2.5 લાખ રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. જો ખેડૂત પાસે થોડી મહેનત અને કાળજી રાખવાની જાણકારી હોય તો તો આ યોજના તેમના માટે કારગત નીવડી શકે છે.

આ યોજના હેઠળ 200થી 500 ચો.મી.ના વિસ્તારમાં નર્સરી બનાવવા ખેડૂત દીઠ સહાય મળવાપાત્ર છે. તેનો યુનિટ કોસ્ટ 3,50,000 રૂપિયા છે. જનરલ કેટેગરીમાં આવતા ખેડૂતોને 65% જ્યારે ST/SC અંતર્ગત આવતા ખેડૂતોને 75% જેટલી સહાય મળે છે.

બાગાયતી નર્સરી વિકાસ યોજનાનો લાભ લેવા માટે www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરી શકાય છે. ત્યાર બાદ જિલ્લાની બાગાયત કચેરી હેઠળ તેની કાર્યવાહી થાય છે. આ યોજના હેઠળ ઘણા ખેડૂતોએ લાભ લીધો છે.

નર્સરી બનાવવા માટે ખેડૂતો સારા મટીરીયલ જેવા કે, જી.આઈ. પાઇપ વાળુ સ્ટ્રક્ચર સાથે નેટ લાસ્ટિક, પ્લગ ટ્રે, પ્લાસ્ટિક બેગ, હેન્ડલ, હેન્ડ ટુલ્સ ટ્રોલી, કેરેટ, વગેરે સુવિધાના સાધનો વસાવવા જરૂરી હોય છે. જે ખેડૂત મિત્રો બાગાયત ખાતાની આ સહાયનો લાભ લેવા ઈચ્છતા હોય તેમણે પોતાના 8-અ, 7 અને 12 નકલ, આધાર કાર્ડ તથા ચાલુ બેંક ખાતાની વિગતો તેમજ જાતિના દાખલા સાથે લઈ જઈને અરજી કરી શકે છે.

CATEGORIES
TAGS
Share This