વડોદરા જિલ્લામાં બે દિવસના કૃષિ મહોત્સવમાં દસ હજાર ખેડૂતો સામેલ થયા, પ્રાકૃતિક ખેતી પર ભાર
વડોદરા: વડોદરા જિલ્લામાં બે દિવસનો કૃષિ મહોત્સવ આજે સંપન્ન થતાં દસ હજારથી વધુ ખેડૂત હોય તેમાં સામેલ થઈ સરકારી યોજનાઓ તેમજ અધતન ટેકનોલોજી ન વિગતો મેળવી હતી. આ દરમિયાન તાલુકાના શ્રેષ્ઠ ખેડૂતો નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લામાં આઠ તાલુકામાં બે દિવસ કૃષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક તાલુકામાં 15-15 પ્રદર્શની સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો ખેડૂતો સાથે સંવાદ કરવા માટે આવ્યા હતા.
બે દિવસ દરમિયાન કુલ 10000 જેટલા ખેડુતો નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારી યોજનાઓ તેમજ અધ્યતન ટેકનોલોજી ને લગતી માહિતી અને ખેડૂતોને સાધનોની સહાય પણ આપવામાં આવી હતી. જ્યારે તાલુકામાં ઉત્તમ ખેતી કરનાર ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.