વડોદરા જિલ્લાની કરજણ APMCમાં CCI દ્વારા કપાસની ખરીદી શરૂ

વડોદરા જિલ્લાની કરજણ APMCમાં CCI દ્વારા કપાસની ખરીદી શરૂ

કપાસનો ભાવ ક્વિન્ટલે રૂ 74 71 પાડવામાં આવ્યો છે

વડોદરા: વડોદરા જિલ્લાની કરજણ APMCમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે જેનો ભાવ ક્વિન્ટલે રૂ 74 71 પાડવામાં આવ્યો છે.

કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવતી હોય છે. વડોદરા જિલ્લાની કરજણ એપીએમસી ખાતે કપાસની ખરીદી શરૂ કરાતા ટ્રેક્ટરની લાંબી લાઈનો જોવા મળી છે.

APMCના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ ના કહ્યા મુજબ, ખેડૂતોએ કપાસ સુકવીને લાવવો હિતાવહ છે. કારણ કે આઠ ટકા ભેજનો ભાવ 74 71 છે. 9% ભેજ હશે તો 73 96, 10% ભેજ હશે તો 73 21 11% નો 72 46 તેમજ 12% ભેજનો ભાવ રૂ 71 72 રાખવામાં આવ્યો છે.

CATEGORIES
TAGS
Share This