બદલાયેલા હવામાનથી ખેડૂતો પરેશાન, શિયાળુ પાક પર ખતરો

બદલાયેલા હવામાનથી ખેડૂતો પરેશાન, શિયાળુ પાક પર ખતરો

વડોદરા: છેલ્લા બે ત્રણ દિવસથી બદલાયેલા હવામાનને કારણે શિયાળુ પાક ઉપર ખતરો મંડાઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના નગરોમાં છેલ્લા બે ત્રણ દિવસથી હવામાન વાદળીયું થઈ ગયું છે અને રાજકોટ તરફ વરસાદ પણ પડ્યો છે. આવા સમયે માવઠાની આગાહી કરવામાં આવી હોવાથી ખેડૂતો માટે ચિંતા વધી છે.

જો આગામી દિવસમાં વાતાવરણ નહીં સુધરે અને વરસાદ પડશે તો ઘઉં, ચણા અને બટાકાના પાકને નુકસાન થાય તેવી ભીતી સેવાઈ રહી છે. નોંધનીય છે કે, ચોમાસામાં પુરને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને નુકસાન ની રકમ કરતાં ખૂબ જ ઓછું વળતર મળ્યું છે. જેથી હવે નવી એક આફત ના એંધાણ ચિંતા નો વિષય બન્યો છે.

CATEGORIES
TAGS
Share This