રાજ્યમાં રાયડો અને ચણાની ટેકાના ભાવની ખરીદી માટે નોંધણી શરૂ

રાજ્યમાં રાયડો અને ચણાની ટેકાના ભાવની ખરીદી માટે નોંધણી શરૂ
  • 9 માર્ચ સુધી થઇ શકશે રજિસ્ટ્રેશન
  • ગ્રામ્યકક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પર નોંધણીની વ્યવસ્થા કરાઇ
  • 14 માર્ચથી ખરીદી માટેનો અપાયો નિર્દેશ

વેરાવળ, તા.18
ધરતીપુત્રોને તેમનાં ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25માં ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદી કરવામાં આવનાર છે. જે માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે ચણાના પાક માટે રૂ.5,650 પ્રતિ ક્વીન્ટલ અને રાયડાના પાક માટે રૂ.5,950 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સરકારની પીએમ આશા યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજ્યમાં ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદી માટે તા.18 ફેબ્રુઆરી 202થી તા.9 માર્ચ એટલે કે 20 દિવસ સુધી નોંધણી થઇ શકશે. જે માટે ગ્રામ્યકક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઇ. મારફતે વિનામૂલ્યે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધણી માટેનો સૂચવાયેલો સમયગાળો પૂર્ણ થયા બાદ વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં ચણા અને રાયડાની ખરીદી તા.14 માર્ચથી કરવાનું સૂચિત કરાયું છે. સરકાર દ્વારા ચણા અને રાયડાના પાકની ખરીદી માટે આગોતરું આયોજન પણ હાથ ધરાયું છે.

CATEGORIES
TAGS
Share This