લાખણી માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય
- ખેડૂત વિભાગમાં પરિવર્તન પેનલના બે ઉમેદવાર વિજેતા : ખેડૂત વિભાગમાં 10માંથી 8 અને વેપારી વિભાગમાં તમામ ઉમેદવારનો વિજય થયો
લાખણીઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લાખણીની સામાન્ય ચૂંટણી મંગળવારે યોજાઈ હતી જેનું બુધવારે પરિણામ આવ્યું હતું જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પૈકી 8 અને વેપારી વિભાગની તમામ 4 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોનો વિજય થયો હતો જ્યારે ખેડૂત વિભાગમાં પરિવર્તન પેનલના બે ઉમેદવારો વિજેતા બન્યા હતા.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લાખણી અસ્તિત્વમાં આવ્યા બાદ લાખણી માર્કેટયાર્ડની પ્રથમ વખત મંગળવારે રસાકસીભર્યા માહોલમાં ચૂંટણી યોજાઈ હતી. જમાં બુધવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી હતી. મત ગણતરી સવારના 9 વાગ્યાથી શરુ કરાઇ હતી. જેમાં ખેડૂત વિભાગના મતો 4 ટેબલ પર 10 રાઉન્ડમાં ગણવામાં આવ્યા હતા જ્યારે વેપારી વિભાગમાં 25 મતો હોવાથી એક જ રાઉન્ડમાં પરિણામ બહાર આવી ગયું હતું.
મત ગણતરી સ્થળે સવારથી જ ઉમેદવારોનો સાથે માર્કેટયાર્ડ બહાર સમર્થકોનો 5ણ મોટી સંખ્યામાં ઉમટયા હતા. દરમિયાન 5રિણામ જાહેર થતાં વિજેતા થયેલા ઉમેદવારોને સમર્થકોએ ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા.
ભાજપ પ્રેરિત વિજેતા ઉમેદવાર
- વેપારી વિભાગ । પટેલ મદરૂભાઈ હંસાજી, પટેલ મદરૂભાઈ ઉકાજી, પટેલ હરિભાઈ કાળાભાઈ, માળી ત્રિકમાજી નવાજી
- ખેડૂત વિભાગ । પરમાર નારણભાઈ નાગજીભાઈ, ચરમટા લીલાભાઈ દાનાભાઈ, ચેલાણા સંજયભાઈ મોતીભાઈ, રબારી પાંચાભાઈ માધાભાઈ, દેસાઈ દેવજીભાઈ નાથુભાઈ, રબારી પનાભાઈ કાળુજી, પટેલ નાનજીભાઈ તેજાભાઈ, પટેલ દલાભાઈ પુનમાજી
- પરિવર્તન પેનલ ખેડૂત વિભાગ । માલાભાઈ નારણભાઈ રબારી, ધેંગાભાઈ કરશનભાઈ રબારી
ખેડૂત સમાચારની વોટ્સએપ ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરો