વડોદરા જિલ્લામાં પૂરે સર્જેલી તારાજીના એક મહિના પછી પણ ખેડૂતોને વળતર મળ્યું નથી

વડોદરા જિલ્લામાં પૂરે સર્જેલી તારાજીના એક મહિના પછી પણ ખેડૂતોને વળતર મળ્યું નથી
  • વડોદરા જિલ્લામાં 260 ગામોમાં 7 049 ખેડૂતોની 6768 હેક્ટર જમીનમાં પાકનું ધોવાણ થયું હતું

વડોદરા: વડોદરા જિલ્લામાં પૂરને કારણે ખેતીના પાકને મોટો ફટકો પડ્યો હતો અને સરકાર દ્વારા એક સપ્તાહમાં સર્વે કરાવી વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ એક મહિના પછી પણ હજી વળતરનાક કોઈ ઠેકાણા નથી.

વડોદરા જિલ્લામાં નર્મદા, મહીસાગર, દેવ, ઢાઢર જેવી નદીઓના પૂર તેમજ વરસાદને કારણે કપાસ, શાકભાજી તેમજ કઠોળ સહિતના પાકોને મોટું નુકસાન થયું હતું. જેથી સરકારે એક સપ્તાહમાં સર્વે કરાવી વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી.

પ્રાથમિક સર્વે મુજબ વડોદરા જિલ્લાના આઠ તાલુકા માંથી શિનોર તાલુકામાં મોટું નુકસાન નહીં હોવાથી સર્વે થયો નથી. જ્યારે બાકીના સાત તાલુકાના 260 ગામોમાં 7049 ખેડૂતોની 67 68 હેક્ટર જમીન ના પાકને મોટો ફટકો પડ્યો છે. સરકારી આંકડા મુજબ ખેડૂતોને આપવાની વળતરની રકમ 11.61 કરોડ જેટલી થાય છે.

જોકે, એક સપ્તાહ ની જગ્યાએ એક મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજી ખેડૂતોને વળતરની રકમ મળી નથી. બિન સત્તાવાર સુત્રો એ કહ્યું હતું કે આ માટે જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ મોકલવામાં આવશે અને ત્યારબાદ વળતર ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે ભારે વરસાદ બાદ વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વિનાશ વેર્યો હતો. ત્યારબાદ વડોદરાના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું. જેમાં લોકોનું જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. વડોદરામાં પૂરે વેરેલા વિનાશ બાદ સરકારે સહાયની જાહેરાત કરી હતી.

  • કોને કેટલી સહાય મળશે.
  • લારી/રેકડી ધારકને ઉચ્ચક રૂ. 5,000 ની રોકડ સહાય.
  • 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20,000 ની રોકડ સહાય.
  • 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 40,000 ની રોકડ સહાય.
  • નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂ. 85,000 રોકડ સહાય.
  • માસિક ટર્નઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને રૂ. 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજસહાય 7% ના દરે રૂ. 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.

આ પણ વાંચોઃ પાદરાના ખેડૂતે 9 વીઘા જમીનમાં મિશ્ર પ્રાકૃતિક ખેતી કરી વર્ષે 3.5 લાખની કમાણી કરી

આ પણ વાંચોઃ 73 વર્ષીય ખેડૂત પિતા એ પુત્રને આપી કિડની, કુદરતી ખેતીના કારણે પિતા-પુત્ર 15 વર્ષથી સ્વસ્થ જીવન જીવે છે!


ખેડૂત સમાચારની વોટ્સએપ ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરો

CATEGORIES
TAGS
Share This