બાગાયત પાકની ખેતી માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર આ તારીખ સુધી કરી શકે છે અરજી

બાગાયત પાકની ખેતી માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર આ તારીખ સુધી કરી શકે છે અરજી

અમદાવાદ : રાજ્યના તમામ બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ 1 ઓક્ટોબરથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. વર્ષ 2024-25 માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડુતો 15 ઓક્ટોબર 2024 સુધી બાગાયત પાક માટે અરજી કરી શકે છે.

ખેડૂતો આંબા તથા જામફળ- ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ ફળ પાકના જુના બગીચાઓના નવસર્જન માટે સહાય, કમલમ ફળ (ડ્રેગન ફ્ટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ઘનિ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય મેળવી શકે છે.

આ ઉપરાંત પપૈયા- ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળ પાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળ પાકો, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, નેટ હાઉસ-નળાકાર સ્ટ્રક્ચર માટે, કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ), કોલ્ડ ચેઇન ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ જેવા ઘટકો માટે ઓનલાઇન અરજી કરી શકાશે.


આ પણ વાંચો: પશુપાલકો ચેતી જજો! તમારા પશુને ખરવા-મોવાસાની રસી નહીં અપાવો તો પશુ ખોઈ બેસશો 

આ પણ વાંચો: સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા પેન્શન


ખેડૂત સમાચારની વોટ્સએપ ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરો

CATEGORIES
TAGS
Share This