સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે આફતનો વરસાદ વરસ્યો, સોમનાથમાં મગફળીના પાથરાં પલળી ગયા

સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે આફતનો વરસાદ વરસ્યો, સોમનાથમાં મગફળીના પાથરાં પલળી ગયા

રાજકોટ: રાજ્યમાંથી ગત તા.25ના ચોમાસાએ વિદાય લીધા બાદ નવરાત્રિના અંતિમ ચરણમાં સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહૌલથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે.

મહામહેનતે તૈયાર થયેલા ખરીફ પાક ઉપર ખેડૂતો માટે આજે આફતનો વરસાદ વરસ્યો હતો અને હજુ ભારે વરસાદની આગાહી છે. સોમનાથ જિલ્લામાં ખેડૂતોના મગફળીના પાથરાં પલળી ગયાના અહેવાલ છે. આ સમયે ખેડૂતો તૈયાર થયેલા પાકને લણવાની તૈયારીમાં હોય છે, વેચવા માટે ઢગલા કરે છે તે ટાણે વરસાદી વિઘ્ન આવ્યું છે.

તો વાંકાનેરમાં કપાસની આવક બંધ કરાવાઈ હતી અને રાજકોટ યાર્ડમાં પણ આજે મગફળીની આવક બંધ થઈ હતી. વરસાદી માહૌલથી જે તૈયાર કૃષિપાકના વેચવા માટે ઢગલા કરાયા હોય તેને ઢાંકવા દોડધામ થઈ હતી. અમરેલી અને તલાલા પંથકમાં ખેડૂતો ખરીફ પાક તૈયાર કરવાની કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે એકથી બે ઈંચ ભારે વરસાદથી પાથરા પલળી ગયા હતા. 


આ પણ વાંચો: ખેડૂતો પ્રોડક્ટ સીધી વેચી શકે તે માટે વડોદરામાં બનશે કૃષિ ભવન

આ પણ વાંચો:  સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા પેન્શન

CATEGORIES
TAGS
Share This