તલોદના માર્કેટ યાર્ડમાં આજથી ડાંગરની ખરીદીનો શુભારંભ, મણદીઠ આટલા ભાવ મળ્યા
તલોદ : સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથક તલોદના માર્કેટ યાર્ડ ખાતે આજે ડાંગરની ખરીદીનો શુભારંભ શ્રીફળ વધેરીને કરવામાં આવ્યો.
તલોદ માર્કેટ યાર્ડ ખાતે ડાંગરની ખરીદી ચાલુ થતા ડાંગરના ઉત્પાદક એવા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી. જોકે,તેઓની લાગણી અને માંગણી છે કે, અહી પોષણક્ષમ ભાવ તેઓને મળવા જ જોઈએ.
આજે શરૂ થયેલી ડાંગરની ખરીદી નો ભાવ રૂ.461 રહ્યો હતો. તેજ રીતે અન્ય ઉત્પાદનોની પણ આવક થઈ રહી છે જેમાં મગફળીનો ભાવ રૂ 1100થી 1365 રહ્યો હતો. અહી મગફળીની આવક આજે 1500 બોરી રહી હોવાનું માર્કેટ સમિતિના ચેરમેન સંજય પટેલે જણાવ્યું હતું.
દિવાળીના દિવસો નજીક આવતા હોવાથી તથા આગામી સીઝનના વાવેતર વગેરે માટે નાણાંની આવશ્યકતા હોવાથી ખેત ઉત્પાદકો પોતાની ખેત પેદાશોના વેચાણ માટે તલોદ માર્કેટ ખાતે ઉમટી પડતા હોય છે. માર્કેટ સમિતિ અહી ખેડૂત અને વેપારી વર્ગ સાથે સમતુલન જાળવવા જહેમત ઉઠાવી રહી છે.
આ પણ વાંચો : લ્યો… કરો વાત… તલોદ તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા તલોદ ખેડૂત સંઘની માગ
આ પણ વાંચો : ભાવનગરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી વિધા દીઠ બેથી અઢી લાખની આવક મેળવી
આ પણ વાંચો : 73 વર્ષીય ખેડૂત પિતા એ પુત્રને આપી કિડની, કુદરતી ખેતીના કારણે પિતા-પુત્ર 15 વર્ષથી સ્વસ્થ જીવન જીવે છે!