વડોદરા જિલ્લા સંઘના બળવાખોરોએ પાઠ ભણાવ્યો, APMCના પ્રમુખ-ઉપપ્રમુખ રીપીટ કરાયા
Vadodara: વડોદરા APMCના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી (Vadodara APMC Election) થતાં બંને હોદ્દેદારોને રીપીટ કરવામાં આવ્યા છે.
વડોદરા APMCમાં ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલ બે દાયકાથી વધુ સમયથી હોદ્દો સંભાળી રહ્યા છે. વચ્ચે એક ટર્મમાં તેમના પત્નીને ચેર પર્સન બનાવવામાં આવ્યા હતા. ગઈ ટર્મમાં ફરીથી શૈલેષભાઈ પટેલ પોર તેમજ યોગેશભાઈ પટેલને ચેરમેન વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે ફરીથી ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધારાસભ્યોએ રીપીટ થિયરી માટે તરફેણ કરી હતી. જ્યારે કેટલાક ડિરેક્ટરોએ પક્ષનો મેન્ડેડ માન્ય રાખવાની તૈયારી બતાવી હતી.
પરંતુ એક સપ્તાહ પહેલા વડોદરા જિલ્લા સંઘની ચૂંટણીમાં બળવો થતા ભાજપે પરિસ્થિતિ પારખીને વડોદરા APMCમાં ચેરમેન વાઈઝ ચેરમેનને રીપીટ કરવાનો નિર્ણય લીધો હતો. અને મેન્ડેડ મુજબ બંને બિનહરીફ ચૂંટાયા હતા.
આ પણ વાંચો : ખેડૂતો પ્રોડક્ટ સીધી વેચી શકે તે માટે વડોદરામાં બનશે કૃષિ ભવન
આ પણ વાંચો : કપાસના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, મોરબીમાં સૌથી વધુ ભાવ મળ્યા, જાણો તમામ બજારના ભાવ