ભાવનગરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી વિધા દીઠ બેથી અઢી લાખની આવક મેળવી
- ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના ખેડૂત કનુભાઈ ભટ્ટ પ્રાકૃતિક ખેતી અપનાવી વધુ આવક મેળવી
- દેશી બાજરો,કાકડી,મકાઈ અને શિંગની ખેતી થકી મબલક આવક મેળવી
- પ્રાકૃતિક ખેતી થકી દેશી બાજરાના ડુંડાની લંબાઈ 2 ફુટ જેટલી હોવાથી સારું ઉત્પાદન મેળવ્યું
- દેશી બાજરો ખાવાથી થાય છે અનેક ફાયદા- કનુભાઈ ભટ્ટ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના એક ખેડૂત 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવી રહ્યાં છે આ સાથે અન્ય ખેડૂતોને પણ સેવાના આ મહાયજ્ઞમાં જોડી રહ્યાં છે.
ટીમાણા ગામના ખેડૂત કનુભાઈ ભટ્ટે 8 વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી આજે તેઓ વિધા દીઠ બે થી અઢી લાખની આવક મેળવે છે. આ ઉપરાંત 8 વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતોએ તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ એમના પ્રાકૃતિક ખેતી ના માર્ગદર્શન થકી તેઓ પણ લખેલી આવક મેળવતા થયા છે.
કનુભાઈ પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે. હાલ તેઓ દેશી બાજરો, કાકડી, મકાઈ અને શિંગનું ઉત્પાદન મેળવે છે.
દેશી બાજરો ખાવાથી થતાં ફાયદા
– હૃદયને સ્વસ્થ રાખે
– ડાયાબિટીસને નિયંત્રિત કરે
– વજન ઘટાડવામાં ઉપયોગી
– પાચનતંત્ર ને બનાવે છે મજબૂત
– લોહીની ઉણપ પૂરી કરે
ગાય આધારિત ખેતીમાં કનુભાઈ ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત બનાવીને તેમનો છટકાવ કરે છે તેથી ઉત્પાદન પણ સારું મળે છે. તેમનું ઉત્પાદન થયેલો પાક તાલુકાની માર્કેટમાં અને તેમના ફાર્મમાં સ્ટોલ નાખીને તેમનું વેચાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ભાવનગરના જેસર તાલુકાના ખેડૂત સોમાભાઈ મોભે 100થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યાં
આ પણ વાંચો : 73 વર્ષીય ખેડૂત પિતા એ પુત્રને આપી કિડની, કુદરતી ખેતીના કારણે પિતા-પુત્ર 15 વર્ષથી સ્વસ્થ જીવન જીવે છે!