બ્રુસેલોસીસઃ પશુઓમાં થતાં ચેપી ગર્ભપાતના લક્ષણો અને તેની અસર
Brucellosis Symptoms and effects | પશુઓની સારસંભાળ રાખવામાં આવે તો ચોક્કસથી સારામાં સારું દૂધ ઉત્પાદ લઈ શકાય છે. પશુઓને સમયસર પૂરતા પ્રમાણમાં ખોરા પાણી પછી જો અગત્યની બાબત હોય તો તે બીમાર ના પડે તેનું ધ્યાન આપવું. પશુઓમાં ઘણાં ચેપી રોગ પણ ફેલાતા હોય છે. પશુઓમાં બ્રુસેલોસીસની અસરથી ખૂબ જ મુશ્કેલીઓ સર્જાતી હોય છે.
માદા ગાય ભેસમાં ગર્ભાધાનના પાંચ મહિના પછી કે ત્યાર પછી ગમે ત્યારે ગર્ભપાત થાય તો સમજવું કે કાંઈક મુશ્કેલીને લીધે આવું થયું છે. ગર્ભપાત થવાના કારણોમા પશુઓને ગર્ભાશયમાં સોજો આવે, ઓર ન પડવી તેમજ પશુમાં વારંવાર ગર્ભપાત થતો હોય તો સમજવું કે પશુને ચોક્કસ કોઈક જાતની બિમારી લાગુ પડી છે. તેના શરીરમાં કોઈ ચોક્કસ રોગ છે જેને લીધે તેને વારંવાર મીસકરેજ થાય છે.
આવું થવાના કારણોમાં મુખ્ય બ્રુસેલોસિસ રોગના જીવાણુ જવાબદાર છે. નર પશુઓમાં શુક્રપિંડમાં સોજો આવે છે. ઓપીડીડાઈમસમાં સોજો આવે છે અને વૃષણ કોથળી પણ સુજી જતી હોય છે. નર પશુમાં આવું જોવા મળે તો તેને પણ આ ચેપી રોગ થયો છે એમ સમજવું. દૂધાળ પશુઓમાં આ રોગ વધારે જોવા મળતો હોય છે.
આ રોગના જીવાણુઓ ગર્ભાધાન પામેલ પશુઓમાં ગર્ભાશયમાં, જ્યારે બિન ગર્ભવતી પશુઓમાં આઉમાં તથા આઉની નજીક આવેલી લસિકાગ્રંથીમાં જોવા મળે છે. જ્યારે નર પશુઓમાં શુક્રપિંડ, એપીડીડાઈમસ તથા સેમીનાલ વેસીકલ્સમાં રોગના જીવાણુઓ રહેલા હોય છે. પશુ ગાભણ થયા પછી વારંવાર ગર્ભપાત થતો હોય તાત્કાલિક ડોક્ટરી સારવાર અપાવવી.