તલોદમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા દરરોજ 20ને બદલે 50 ખેડૂતને બોલાવોઃ કિસાન સંઘ

તલોદમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા દરરોજ 20ને બદલે 50 ખેડૂતને બોલાવોઃ કિસાન સંઘ
  • ઇન્ડિ.એગ્રોના ચીફ ઓફિસરે તલોદ યાર્ડના સબ યાર્ડ હરસોલની મુલાકાત લીધી
  • ખાલી હૈયા ધારણા આપવાને બદલે નક્કર પગલા ઉઠાવોઃ ખેડૂતો

તલોદ | સાબરકાંઠા જિલ્લાના તલોદ માર્કેટ યાર્ડના સબ યાર્ડ હરસોલ ખાતે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે તે સ્થળની મુલાકાત ઇન્ડિ.એગ્રોના ચીફ ઓફિસરએ મુલાકાત લઈને ખેડૂતોને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તેવી હૈયા ધારણ આપી હતી. જ્યાં તેઓને ભારતીય કિસાન સંઘના પ્રમુખે એક આવેદન પત્ર આપીને મગફળીનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો પૈકીના માત્ર 20 ખેડૂતો ને જ મેસેજ મોકલવામાં આવે છે તેને બદલે ઓછામાં ઓછા 50 ખેડૂતોને પ્રતિદિન મેસેજ મોકલવામાં આવે. આ ઉપરાંત  યાર્ડમાં 4 વજન કાંટાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માગ કરી હતી. 

તલોદ તાલુકાના મગફળીના ઉત્પાદકો પૈકીના 1,222 ખેડૂતોએ વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 11 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. પરંતુ આજ દિન સુધીમાં માત્ર 40 ખેડૂતો જ મગફળીનું વેચાણ કરી શક્યા છે. જ્યાં સિસ્ટમમાં આમૂલ પરિવર્તન જરૂરી મનાય છે, નહીં તો, ખેડૂતોને 2 મહિના સુધી નાહકની રાહ જોવી પડશે અને તેમાં પણ જો ત્રીજા રાઉન્ડ પહેલા સરકાર ખરીદી બંધ કરી દે તો, ખેડૂતો ભારે અન્યાયનો ભોગ બનશે તેવી દહેશત સેવાઇ રહી છે.

જેથી 20ને બદલે 50 ખેડૂતોને મેસેજ દ્વારા રોજ બોલાવવામાં આવે તો જ સમસ્યા હલ થાય તેમ મનાય છે. ખાલી હૈયા ધારણ એ તો એક લોલીપોપ જેવી હોવાનું મનાઈ રહ્યું છે.

CATEGORIES
TAGS
Share This