CCIએ 17 દિવસમાં કરજણમાંથી 35,000 ક્વિન્ટલ કપાસની ખરીદી કરી

CCIએ 17 દિવસમાં કરજણમાંથી 35,000 ક્વિન્ટલ કપાસની ખરીદી કરી

વડોદરા: વડોદરામાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા કરજણ APMCમાં કપાસ ખરીદીનું કામ હાથ ધરાયું છે અને તેને જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે.

CCI દ્વારા ગત તા.10ની ડિસેમ્બરે ટેકાના ભાવે કપાસ ખરીદીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા જિલ્લાની કરજણ APMCમાં પણ સેન્ટર ફાળવવામાં આવ્યું હતું.  8% ભેજવાળા કપાસનો ભાવ ક્વિન્ટલે 7,471 રાખવામાં આવ્યો છે.

કરજણ APMC દ્વારા ખેડૂતોને CCIને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તેમજ કપાસ લઈ આવતા ખેડૂતો અને ખેત મજૂરોને ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કરજણના સેન્ટરમાં કરજણ ઉપરાંત આસપાસના તાલુકાઓમાંથી પણ કપાસ લાવવામાં આવી રહ્યો છે. માત્ર 17 દિવસમાં CCIએ 34,000 ક્વિન્ટલ કપાસની ખરીદી કરી છે.

CATEGORIES
TAGS
Share This