કપાસના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, મોરબીમાં સૌથી વધુ ભાવ મળ્યા, જાણો તમામ બજારના ભાવ

કપાસના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, મોરબીમાં સૌથી વધુ ભાવ મળ્યા, જાણો તમામ બજારના ભાવ

અમદાવાદ : નવા કપાસની આવક સાથે ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં વિવિધ માર્કેટ યાર્ડમાં કપાસની સારી એવી આવક થઇ હતી. ગુજરાતના 41 માર્કેટ યાર્ડમાં કુલ 4,347.49 ટન કપાસની આવક થઇ હતી. જેમાં કપાસનો સૌથી ઉંચો ભાવ મોરબી માર્કેટ યાર્ડમા 1671 રૂપિયા બોલાયો હતો.

મોરબી બાદ રાજકોટ યાર્ડમાં કપાસ (Cotton price 14-10-2024) નો ઉંચો ભાવ 1660 રૂ. જ્યારે નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. ઉનાવામાં 1668 રૂ., સિદ્ધપુરમાં 1655 રૂ., અમરેલીમાં 1645 રૂ., હળવદમાં 1634 રૂ., ગોંડલમાં 1611 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

મોરબીમાં કપાસના ભાવ રૂ. 1350થી રૂ. 1636 બોલાયા હતા. મોરબીમાં 762.04 ટનમાં કપાસની આવક થઈ હતી.

રાજકોટમાં કપાસના ભાવ રૂ. 1330થી રૂ. 1620 બોલાયા હતા. જ્યારે અમરેલીમાં કપાસના ભાવ રૂ. 825થી રૂ. 1651 બોલાયા હતા. તેમજ સાવરકુંડલામાં કપાસના ભાવ રૂ. 1300થી રૂ. 1600 બોલાયા હતા.

જસદણમાં કપાસના ભાવ રૂ. 900થી રૂ. 1670 બોલાયા હતા. જ્યારે બોટાદમાં કપાસના ભાવ રૂ. 1209થી રૂ. 1640 બોલાયા હતા. તેમજ મહુવામાં કપાસના ભાવ રૂ. 970થી રૂ. 1503 બોલાયા હતા.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,347.49 ટન કપાસની આવક થઇ છે.

આજે ક્યાં માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક 

જિલ્લો આવક(ટનમાં)
બોટાદ 1133.1
અમરેલી 844.6
મોરબી 762.04
રાજકોટ 668.3
જૂનાગઢ 313
મહેસાણા 169.7
સુરેન્દ્રનગર 160.84
જામનગર 119.2
અમદાવાદ 56.7
પાટણ 47.2
ભાવનગર 44.64
કચ્છ 11.5
છોટા ઉદેપુર 6.87
નર્મદા 4.2
સાબરકાંઠા 3.7
ભરૂચ 1.1
સુરત 0.8
કુલ આવક 4,347.49

કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઉંચો ભાવ
મોરબી 1351 1671
ઉનાવા 1151 1668
રાજકોટ 1350 1660
સિદ્ધપુર 1463 1655
અમરેલી 820 1645
હળવદ 1250 1634
બાબરા 1400 1630
બોટાદ 1200 1621
વિસનગર 1000 1621
ગોંડલ 1201 1611
ધોરાજી 1001 1606
ધ્રાંગધ્રા 1200 1601
બગસરા 1000 1600
ભેસાણ 1000 1600
જસદણ 900 1600
જામનગર 1400 1590
સાવરકુંડલા 1370 1586
જેતપુર 700 1581
રાજપીપળા 1370 1575
કાલાવડ 1250 1568
વિજાપુર 1100 1561
અંજાર 1425.4 1560
રાજુલા 1100 1560
વાકાનેર 1200 1560
ચાણસ્મા 1150 1556
ધ્રોલ 1250 1520
ખેડબ્રહ્મા 1480 1511
વિરમગામ 1292 1511
હિમતનગર 1380 1501
ધારી 1050 1500
કડી 1152 1471
હારીજ 1325 1470
ધંધુકા 1000 1449
મહુવા 795 1449
નિઝર 1420 1442
બોડેલી 1400 1440
દસાડા-પાટડી 1320 1440
તળાજા 1000 1411
ચોટીલા 1200 1400
જંબુસર(કાવી) 1160 1240
જંબુસર 1120 1200

આ પણ વાંચો : ભાવનગરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી વિધા દીઠ બેથી અઢી લાખની આવક મેળવી

આ પણ વાંચો : તલોદના માર્કેટ યાર્ડમાં આજથી ડાંગરની ખરીદીનો શુભારંભ, મણદીઠ આટલા ભાવ મળ્યા 


ખેડૂત સમાચારની વોટ્સએપ ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરો

CATEGORIES
TAGS
Share This