કરજણ અને આસપાસમાં વિસ્તારોમાં લણવાના સમયે જ જીવાતને કારણે કપાસ કાળો પડી ગયો
- કપાસમાં જીવાતના કારણે 50 ટકા ઉત્પાદન ઘટશે, ખેડૂતો નારાજ
વડોદરા: વડોદરામાં એક તરફ CCI દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી રહી છે તો બીજી તરફ કરજણ અને આસપાસમાં વિસ્તારોમાં છેલ્લા સમયે જ કપાસ કાળો પડી જતા તેના ઉત્પાદનમાં ખાસ્સો એવો ઘટાડો થશે જેનાથી ખેડૂતને બહુ નુકસાન જશે.
સીસીઆઇ દ્વારા 8% ભેજ વાળા કપાસનો ક્વિન્ટલે 7471 નો ભાવ આપવામાં આવી રહ્યો છે. જેનાથી ખેડૂતો પહેલેથી જ નારાજ હતા. ખેડૂતોની રજૂઆત સાંભળનાર કોઈ છે નહીં ત્યારે કપાસની ખેતી કરનારા ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી આવી છે.
કપાસમાં વ્હાઈટ ફ્લાય, મીલીબાગ અને ગેરુઓ જેવી જીવાતને કારણે કપાસ ઝડપથી કાળો પડી રહ્યો હોવાથી ખેડૂતો ને મોટું નુકસાન જઈ રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે કપાસ કાળો પડી જવાથી તેના ઉત્પાદનમાં 50% થી વધુ માર પડશે. એક બાજુ ભાવ ઓછા છે અને બીજી બાજુ ઉત્પાદન ઘટવાથી ખેડૂતોને ખેતીનો ખર્ચ પણ નીકળવાનો નથી. સરકારે આ મુદ્દે તાત્કાલિક ધોરણે ખેડૂતોને મદદ કરવી જોઈએ.
આ પણ વાંચોઃ મગફળીમાં ઝેરીલી ફુગ અફલાટોક્સિનનું પ્રમાણ વધુ રહેતાં ચાલું વર્ષે દાણાની નિકાસ પર અસર
આ પણ વાંચોઃ CCIએ 17 દિવસમાં કરજણમાંથી 35,000 ક્વિન્ટલ કપાસની ખરીદી કરી