કાકડી પકવતા ખેડૂતોનું શોષણ, 1 કિલોના 5 રૂપિયા મળવા મુશ્કેલ

કાકડી પકવતા ખેડૂતોનું શોષણ, 1 કિલોના 5 રૂપિયા મળવા મુશ્કેલ

વડોદરા: વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાની વારંવાર ફરિયાદ ઉઠતી હોય છે. કાકડી પકવતા ખેડૂતોની પણ આવી જ સ્થિતિ જોવા મળી છે.

ઓરસંગ નદીને કાંઠે કાકડીનો મોટેપાયે પાક ઉતારવામાં આવે છે. ખેડૂતો ને આ પાક લેવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. વળી કાકડી નો પાક ઉતાર્યા બાદ તેને જેમ બને તેમ જલ્દી વેચવાનો હોય છે.

પરંતુ ખેડૂતોની મજબૂરીનો લાભ પરપ્રાંતીય વ્યાપારીઓ દ્વારા ઉઠાવવામાં આવતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી રૂ20ની 100 કિલો એટલે કે કિલોના 5 રૂપિયા લેખે કાકડી ખરીદી રહ્યા છે.

ખેડૂતોને બીજા રાજ્યોમાં આ કાકડી વેચવી પોસાય તેમ નહીં હોવાથી તેઓ ડીલીવરી લેવા માટે ખેતરે આવતા વેપારીઓને તાબે થતા હોય છે. ખેડૂતોનું કહેવું છે કે કેટલીક વખત તો અમને ખેતીનો ખર્ચ પણ મળતો નથી. સરકારે આ બાબતે વિચારણા કરવી જોઈએ.

CATEGORIES
TAGS
Share This