વડોદરા જિલ્લામાં ડિજિટલ આઈકાર્ડ રજીસ્ટ્રેશનની ઝુંબેશ, દરેક યોજનામાં કાર્ડ ફરજિયાત
- વડોદરાના દરેક ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
- 25 નવે. સુધી ખેડૂત આઈકાર્ડ રજીસ્ટ્રેશન નહીં કરાવનાર ને 2000નો હપ્તો નહીં મળે
વડોદરા: ખેડૂતોને કેન્દ્ર સરકારના 2,000ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને 25 નવેમ્બર સુધી તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
આધારકાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજીસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ તેમજ 2000નો કેન્દ્રનો હતો નહીં મળી શકે.
વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી નીતિન વસાવા એ કહ્યું છે કે, દરેક ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. અમારા ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે. રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લીંક કરેલો મોબાઈલ અને સર્વે નંબર 7/12 તેમજ 8અ ના પુરાવા રજૂ કરવાના રહેશે.
જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું હશે તેઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકા ભાવ (MSP) અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ(eNAM) જેવી યોજનાઓનો લાભ મળશે.