CCIએ કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતો ખાનગી વેપારીઓને કપાસ વેચવા મજબૂર

વડોદરા: વડોદરા જિલ્લામાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ છેલ્લા દસ દિવસથી કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતોને ભારે નુકસાન જઈ રહ્યું છે.
ગરમીને કારણે તેમજ કપાસ ઉતારી લીધા બાદ ખાસ્સો સમય નીકળી ગયો હોવાથી હવે તેની ક્વોલિટી પર અસર થઈ રહી છે. જેથી CCI દ્વારા બી ગ્રેડનો કપાસ ખરીદવામાં ઓછા ભાવ આપવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત CCI દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ખરીદી બંધ કરાતા ખેડૂતો ખાનગી વેપારીઓ પાસે કપાસ વેચવા મજબૂર થયા છે. કેટલાક ખેડૂતોનું એવું પણ કહેવું છે કે કેટલાક તાલુકાઓમાં ખાનગી વેપારીઓ CCI કરતાં થોડો વધારે ભાવ પણ આપી રહ્યા છે અને ઘેર બેઠા કપાસની ખરીદી કરી રહ્યા છે.
CCI દ્વારા ખરીદી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને થોડા દિવસો પછી ખરીદી શરૂ કરશે તેમ કહેવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી ખરીદી કરવામાં આવતી નથી અને તેને કારણે કપાસની ક્વોલિટી પર અસર થઈ રહી છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર જિલ્લામાં CCI કેન્દ્રો બંધ કરી દેવાતા ખેડૂતોની હાલત કફોડી
આ પણ વાંચોઃ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કાકડી પકવતા ખેડૂતોનું શોષણ, 1 કિલોના 5 રૂપિયા મળવા મુશ્કેલ