લાંબા સમય સુધી ભાવ ઉંચા રહયા પછી લસણમાં ઘટાડાનો સંકેત

લાંબા સમય સુધી ભાવ ઉંચા રહયા પછી લસણમાં ઘટાડાનો સંકેત

 

ગુજરાતમાં ખરીફ અને રવિ બંને સિઝનમાં લસણની વાવણી થાય છે.
ગુજરાતમાં લસણનો વાવેતર વિસ્તાર 18 થી 20 હજાર હેકટર આસપાસનો છે.

મસાલા અને ઔષધિય પાક તરીકે ખૂબ વપરાશ થાય છે તે લસણના ભાવમાં લાંબા સમય સુધી મજબૂતી રહયા પછી ઘટાડો થવાના સંકેત મળી રહચા છે. લસણના ભાવ એક સમયે છુટક બજારમાં 450 થી 500 રુપિયા કિલોના ભાવે મળતું હતું ત્યારે ખરીદારો જ નહી વેચનારા પણ ભાવથી પરેશાન જોવા મળતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર લાંબા સમય પછી  લસણના ભાવ તૂટવાના સંકેતો મળી રહયા છે.  બે દિવસ પહેલા  જુનાગઠના સ્થાનિક બજારમાં કિલોએ 50 થી માંડીને 100 રુપિયા સુધીનો ઘટાડો થયો હતો. નવા લસણની આવકની સાથે સારા ભાવની આશાએ સ્થાનિક ધોરણે પણ લસણની વાવણી અને ઉત્પાદન વધવાથી આવકનો જથ્થો વધવાથી હજુ પણ લસણના ભાવ ઘટી શકે છે.

ભારતમાં લસણનું સૌથી વધુ ઉત્પાદન મધ્યપ્રદેશ રાજયમાં થાય છે. ભારતમાં થતા કુલ લસણ ઉત્પાદનનું 63. 4 ટકા એમપી પેદા કરે છે. ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ લસણનું વાવેતર થાય છે. ગુજરાતમાં લસણનો વાવેતર વિસ્તાર 20 થી 22 હજાર હેકટર આસપાસનો છે. કમોસમી વરસાદ અને અતિ ગરમી તથા ઠંડીના લીધે લસણનું ઉત્પાદન પ્રભાવિત થાય છે. ગુજરાતમાં લસણની વાવણી રવિ અને ખરી એમ બંને સિઝનમાં થાય છે. ખરીફ સિઝન માટે જૂન જુલાઇ અને રવિ સિઝનમાં વાવણી અને ઓકટોબર થી નવેમ્બરમાં લણણી થાય છે. રવિ સિઝન માટે ઓકટોબરથી નવેમ્બરમાં વાવણી જયારે માર્ચ મહિનામાં લસણનું ઉત્પાદન શરુ થાય છે.

 

 

CATEGORIES
Share This