હાપા માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ
Procurement of peanut at MSP | જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે તા.14 નવેમ્બરના રોજ સરકારની ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભ પ્રારંભ જામનગરના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મારફતે સવારે 9 વાગ્યાથી થયો હતો. જેમાં માર્કેટ યાર્ડના પ્રમુખ હાજર રહ્યા હતા. જામનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ દ્વારા મગફળીની ટકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરી દેવાયો […]
Procurement of peanut at MSP | જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે તા.14 નવેમ્બરના રોજ સરકારની ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભ પ્રારંભ જામનગરના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મારફતે સવારે 9 વાગ્યાથી થયો હતો. જેમાં માર્કેટ યાર્ડના પ્રમુખ હાજર રહ્યા હતા.
જામનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ દ્વારા મગફળીની ટકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરી દેવાયો છે. જેમાં મગફળી ખરીફ -24નું સમર્થન મૂલ્ય 6,783 પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત કરાયું છે. આ ઉપરાંત સોયાબીન ખરીફ-24 માટે સમર્થન મૂલ્ય 4,892 પ્રતિક કવીંટલ, અડદ ખરીફ-24 માટે 7,400 પ્રતિ કવીંટલ તેમજ મગ ખરીફ માટે 8682 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરાયા છે. સ્થળ પર જ લેબોરેટરી ટેસ્ટિંગ કરીને ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ હાલાર પંથકની મગફળી ખરીદવા છેક તામિલનાડુથી વેપારીઓ આવે છે હાપા યાર્ડમાં
આ પણ વાંચોઃ હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક, 900 જેટલાં વાહનોમાં 80 હજાર ગુણી આવી