સરકારે રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

સરકારે રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

રાજ્ય સરકારે ખાતરની ઉપલબ્ધતા અંગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સરકારના દાવા પ્રમાણે, રાસાયણિક ખાતર DAP અને NPK ખાતરનો પૂરતો જથ્થો સહકારી મંડળીઓ અને ગુજકોમાસોલ ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે.

સરકારના જણાવ્યા અનુસાર દરેક જિલ્લાઓમાં રાસાયણિક ખાતર DAP અને NPKની ઉપલબ્ધતા પુરતાં પ્રમાણમાં છે. સહકારી મંડળીઓ અને ગુજકોમાસોલમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહયો છે. આ અંગે કોઈ પ્રશ્ન હોય તો ખેડૂતો 1800-180-1551 નંબર પર સંપર્ક કરી શકે છે.

રાજ્ય સરકાર અનુસાર, રાજ્યમાં ખાતરની કોઈ અછત નથી. ખાતરનો પૂરતો જથ્થો સુરક્ષિત કર્યો છે અને તેને સહકારી મંડળીઓ અને ગુજકોમાસોલ ડેપોમાં પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. 

CATEGORIES
TAGS
Share This