જરબેરામાં ઉત્પાદન અને ફૂલ કાપ્યા પછીની માવજત

જરબેરામાં ઉત્પાદન અને ફૂલ કાપ્યા પછીની માવજત

જરબેરા સામાન્ય રીતે ખુલ્લા હવામાનમાં ઉગાડવામાં આવે છે, પરંતુ તેને ઉનાળામાં થોડાક છાંયડાની જરૂર પડતી હોઈ તે 50 ટકા છાંયવાળા નેટહાઉસમાં સારી રીતે ઉગાડી શકાય છે. આમ છતાં સારી ગુણવત્તા અને વધારે ઉતારો આપી શકતી નથી. નિકાસની ગુણવત્તાનાં ધોરણોને ખ્યાલમાં રાખી જરબેરાને ઓછા ખર્ચે તૈયાર થતાં કુદરતી વેન્ટિલેશનવાળા પોલિહાઉસમાં અથવા ગ્રીનહાઉસમાં ઉગાડીએ તો જ વ્યાપારિક ધોરણે વધારે નફાકારક વળતર મળી શકે છે.

જરબેરા રોપ્યા પછી ત્રણ મહિના પછી ફૂલો આવવાનું શરૂ થાય છે. સરેરાશ ઉતારો ગ્રીનહાઉસના પાકમાં 200 ફૂલો પ્રતિ ચોમીમાં એક વર્ષ આપે છે. છતાં તેનો આધાર પાકની જાત, માવજત, રોગ-જીવાતનો ઉપદ્રવ વગેરે પર રહે છે. જરબેરાના છોડ 2.5થી 3 વર્ષ સુધી સારું આર્થિક વળતર આપે છે, પછી તેના પાકની ફેરબદલી (ફરીથી વાવવા) કરવી પડે છે.

ફૂલની અંદરના ગોળાવામાં ફૂલોની બહારથી બેથી ત્રણ હાર ખુલ્લી ગયા પછી તેની કાપણી કરવી. ફૂલોની કાપણી વહેલી સવારે અથવા ઢળતી સાંજે દાંડીની પૂરતી લંબાઈ રાખીને કરવામાં આવે છે. પુષ્પદંડને છોડ પરથી બેથી 3 સેમી. ઉપરથી કાપવો. ફૂલ કાપ્યા પછી તાત્કાલિક તેને ક્લોરીનેટેડ પાણી ભરેલી ડોલમાં રાખવા. ફૂલોનું ગ્રેડિંગ કરી 10થી 12ની ઝૂડી બનાવી પાતળા જિલેટીનમાં વીંટીને બજારમાં મોકલવા. દૂરના બજારમાં મોકલવા માટે કોરુગેટેડ બોક્સમાં ગોઠવી શીતવાનમાં બજારમાં મોકલવાથી ગુણવત્તા જળવાઈ રહે છે.


આ પણ વાંચો:  તાંદળજાનું વાવેતર કરવાનું હોય તે જમીન પોચી અને ભરભરી હોય તો સૌથી ઉત્તમ

આ પણ વાંચો:
પાણી હોય તો જમીનને ફળદ્રુપ કરતાં ટુંકાગાળાના પાક મગનું વાવેતર કરો


ખેડૂત સમાચારની વોટ્સએપ ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરો

CATEGORIES
TAGS
Share This