જમીનને વર્મી કમ્પોસ્ટ ખાતર થકી બનાવો ફળદ્રુપ, થશે મબલક આવક

જમીનને વર્મી કમ્પોસ્ટ ખાતર થકી બનાવો ફળદ્રુપ, થશે મબલક આવક

Vermicompost Improves Soil Quality | પાકના સારું ઉત્પાદન લેવા માટે જમીનમાં પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો હોવા જરૂરી છે. હાલના સમયમાં ખેડૂતો જ્યાંથી મળે ત્યાંથી છાણિયું ખાતર લાવી ખેતરમાં ભરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જમીનમાંથી પોષકતત્ત્વોનો ઉપાડ થાય તે મુજબ તેમાં પોષકતત્ત્વો ઉમેરવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે.

રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગથી જમીન અમ્લીય બની જાય છે. સેન્દ્રિય ખાતરમાં તમામ પ્રકારના પોષકતત્ત્વો વધુ ઓછા પ્રમાણમાં હોય છે. જ્યારે રાસાયણિક ખાતરમાં જેતે તત્ત્વોની ચોક્કસ માત્રા હોય છે. રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી લાંબાગાળે અમુક સૂક્ષ્મ પોષકતત્ત્વોની ખામી સર્જાતી હોય છે. રાસાયણિક ખાતરોના વપરાશથી ઉત્પાદિત માલની ટકાઉ શક્તિ ઘણી ઓછી હોય છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી તેની આડઅસર મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર પડે છે.

આથી વિશ્વમાં સજીવ ઉત્પાદનોની મોટી માગ થવા લાગી છે. વધારે પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનની ગુણવત્તા પર સીધી અસર જોવા મળે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિરેકની સીધી અસર જમીન અને ઉત્પાદિત માલની ગુણવત્તા પર જોવા મળી છે.

રાસાયણિક ખાતરોના છંટકાવથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે અને ઉત્તરોઉત્તર ઊપજ લેવાથી ઉત્પાદન નબળું તથા ઓછું થાય છે. આથી જ
કૃષિ વૈજ્ઞાનિકો જૈવિક ખાતર વાપરવાની સલાહ આપે છે. જમીનમાં સેન્દ્રિય ખાતર ઉમેરવાથી તેની ફળદ્રુપતા વધે છે. સેન્દ્રિય ખાતરોમાં અળસિયાંનું ખાતર ઉત્તમ પ્રકારનું કહેવાય છે.

અળસિયાં વિવિધ પ્રકારના સેન્દ્રિય પદાર્થો ખાય તેની હગારમાંથી મળતા ખાતરને ‘વર્મિ કમ્પોસ્ટ’ કહેવાય છે. તેમજ અળસિયાં દ્વારા, જૈવિક ખાતર બનાવવાની રીતને ‘વર્મિ કલ્ચર’ કહેવાય છે. વૈજ્ઞાનિક ઢબે અળસિયાં ઉછેર કરીને બનાવાય તો એકદમ લાભપ્રદ વ્યવસાય છે.


Read More : ફુવારા સિંચાઈ : ગરમીમાં છોડને બચાવતી ઉત્તમ ટેક્નોલોજી

Read More : ભીંડાના પાકમાં આ ખાતર વધારશે ફૂલ-ફાલ !

CATEGORIES
TAGS
Share This