તલોદ ખાતે કિસાન સંઘના સ્થાપના દિવસની ઉજવણી

તલોદ | તાલુકા મથક તલોદ ખાતે આજે 4 માર્ચને દિવસે કિસાન સંઘના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંઘના હોદ્દેદારો તથા સદસ્યો અને ખેડૂત ખાતેદારો હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે, ખેડૂતોના હિત અને હક્ક માટે સંઘર્ષ કરતા ખેડૂતોના સંગઠન એવા કિસાન સંઘની સ્થાપના તા.4-3-1979ના દિવસે કોટા (રાજસ્થાન )માં થઈ હતી. આજે વ્યાપક પ્રમાણમાં આ સંગઠન ઠેર ઠેર કાર્યરત છે. અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ખેડૂતો અને આમ પ્રજાજનોની પડખે રહીને સમસ્યાઓનું નિરાકરણ લાવવા આ સંઘ સતત જરૂર પડે ત્યાં રજૂઆતો કરીને,પરિણામ લક્ષી ફરજ બજાવે છે.
તલોદ ખેતીવાડી ફાર્મની શિબિરના આજના સમારોહ સમયે કિસાન સંઘએ ભગવાન બલરામની તસવીરને પુષ્પ માળા અર્પણ કરીને, દિપ પ્રગટાવી અને આરતી કરીને સંઘના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.
CATEGORIES Trending