ખેડૂતો પ્રોડક્ટ સીધી વેચી શકે તે માટે વડોદરામાં બનશે કૃષિ ભવન

ખેડૂતો પ્રોડક્ટ સીધી વેચી શકે તે માટે વડોદરામાં બનશે કૃષિ ભવન
  • જિલ્લા પંચાયત દ્વારા હરણી રોડ ઉપર સાત કરોડના ખર્ચે કૃષિ ભવન બનાવવામાં આવશે

વડોદરા: વડોદરા જિલ્લાના ખેડૂતો તેમની પ્રોડક્ટ નું સીધું વેચાણ કરી શકે તે માટે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા હરણી રોડ ઉપર સાત કરોડના ખર્ચે કૃષિ ભવન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની રકમ બજેટમાં ફાળવી દેવામાં આવી છે.

વડોદરા જિલ્લાના ખેડૂતો શહેરમાં આવી તેમની ખેતપદાશોના વધુને વધુ નાણાં ઉપજાવી શકે તે હેતુથી એપીએમસીના સમાંતર એવા કૃષિ ભવન બનાવવા માટે યોજના તૈયાર કરવામાં આવી છે.

વડોદરા જિલ્લા પંચાયત ની હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે 20 હજાર ફૂટ જેટલી જગ્યા આવેલી છે અને હાલમાં આ જગ્યા બિન ઉપયોગી જેથી પંચાયત દ્વારા આ જમીનમાં કૃષિ ભવનમાં કેવી રીતે કાર્ય થઈ શકશે તે મુદ્દે નિયમો નક્કી કરવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતો ઓછા ખર્ચે વધુ ફાયદો મેળવી શકે.

વડોદરા જિલ્લા પંચાયત દ્વારા આ માટે બજેટમાં 7 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમજ કૃષિ ભવન નપ્રો જેક્ટ તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ ને પણ કામ સોંપવામાં આવ્યું છે.


આ પણ વાંચો: પશુપાલકો ચેતી જજો! તમારા પશુને ખરવા-મોવાસાની રસી નહીં અપાવો તો પશુ ખોઈ બેસશો 

આ પણ વાંચો: સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા પેન્શન


ખેડૂત સમાચારની વોટ્સએપ ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરો

CATEGORIES
TAGS
Share This