પ્રયોગશાળામાં જમીનની ચકાસણીથી સાથે પાણીનો મેળ જાણો
Soil Testing | રાજ્યમાં ફક્ત વરસાદ આધારિત ખેતી થતી નથી પરંત અન્ય જળસ્ત્રોતો દ્વારા પિયત થકી પણ ખેતી કરવામાં આવે છે. પિયત પાણીમાં વિવિધ પ્રકારના ક્ષારો આવેલા હોય છે. ખેતીમાં જમીનની જેમ પિયત પાણીની પણ આગવી મહત્તા છે. પિયત પાણીમાં પોટેશિયમ અને નાઈટ્રેટ જેવા દ્રાવ્ય ક્ષારો વનસ્પતિને સીધા ઉપયોગી છે.
કેલ્શિયમ અને મેગ્નેશિયમ અમુક સ્થિતિમાં જમીનની ભૌતિક સ્થિતિ સુધારે છે. બાકીના ક્લોરાઈડ ભાગ્યે જ ઉપયોગી થતાં હોય છે. અને વધારે પ્રમાણમાં હોય તો ચોક્કસ નુકસાન કરે છે. દ્રાવ્ય ક્ષારોની સારી કે માઠી અસર ઘણી ધીમે ધીમે થતી હોય તરત જાણી શકાતું નથી.
સામાન્યત: પિયતના પાણીમાં નાઈટ્રેટ હોતા નથી. તેમ છતાં ઘણાં કૂવાના પાણીમાં થોડા પ્રમાણમાં નાઈટ્રેટ જોવા મળે છે. જમીન રેતાળ અને નીચે પણ વધુ પ્રમાણમાં નિતાર હોય ત્યાં સોડિયમ ક્ષારોનું પ્રમાણ થોડું વધારે હોય તો પણ વાંધો આવતો નથી. જ્યારે ક્ષારનું પ્રમાણ વધારે હોય તો જમીન અવશ્ય બગડે છે આથી તેવું પાણી વાપરવું નહીં.
પાણીનો વપરાશ કરતાં પહેલાં તેની ચકાસણી કરાવવી ખાસ જરૂરી છે. જમીન ચકાસણીની જેમ પાણીની પણ ચકાસણી કરાવવી જોઈએ. રાજ્યમાં ખેતીવાડી ખાતાએ દરેક જિલ્લામાં પાણી અને જમીન ચકાસણી માટે પ્રયોગશાળાઓની પણ સ્થાપના કરેલી છે. જે પાણીનું પૃથક્કરણ કરવાનું હોય તે આશરે 1 લિટર જેટલું પાણી સ્વચ્છ બોટલમાં ભરીને મોકલવું.
પાણીનો નમૂનો લેતી વખતે તે ડહોળું ન હોવું જોઈએ. એટલા માટે કૂવામાંથી થોડો વખત પાણી ખેંચાયા પછી જ પાણી લેવું. પાણીના પૃથક્કરણથી તેમાં રહેલા કુલ દ્રાવ્ય ક્ષારો તેમજ વ્યક્તિગત ક્ષારોના પ્રમાણ ઉપરથી પાણી પિયત માટે સારું, સાધારણ કે ખરાબ છે તે જાણી શકાય છે.
Read More : મગફળીના પાકને નુકસાન પહોંચાડતી જીવાતોને અટકાવવાનો અસરકારક ઉપાય
Read More : જમીનને વર્મી કમ્પોસ્ટ ખાતર થકી બનાવો ફળદ્રુપ, થશે મબલક આવક