વડોદરા અન છોટાઉદેપુરમાં સહકારી સંસ્થાઓને સાથે રાખી APMCમાં મિટિંગોનું આયોજન

- વડોદરા અન છોટાઉદેપુર જિલ્લાના સહકારી ક્ષેત્રની ખેતી બેંકનો ખેડૂતોની યોજનાઓ માટે નવતર પ્રયોગ
- દરેક સહકારી સંસ્થાઓને સાથે રાખી APMCમાં મિટિંગોનું આયોજન
વડોદરા: વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના સહકારી ક્ષેત્રની ખેતી બેંક દ્વારા ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે હેતુથી દરેક તાલુકામાં મીટીંગોનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેતી બેંક તરીકે ઓળખાતી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક રાજ્યના 34 જિલ્લાઓમાં કાર્યરત છે અને 177 શાખા ધરાવે છે. આ બેંકના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાની શાખા વડોદરામાં આવેલી છે.
ખેતી બેંકના વડોદરાના ડિરેક્ટરે કહ્યું છે કે, ખેડૂતો ને ખેતીમાં નુકસાન, મોંઘવારી દેવું તેમજ અન્ય કારણોસર ખેતી બેન્ક મદદરૂપ થતી હોય છે. ખેતી બેંકની કાર્ય પદ્ધતિ તેમજ તેનો લાભ ખેડૂતો સુધી પહોંચે તે હેતુથી તમામ સહકારી સંસ્થાઓને સાથે રાખીને દરેક તાલુકાઓમાં ખેતીબેંક દ્વારા મીટીંગોનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં ખેડૂતોને તેમની યોજનાઓ તેમજ દેવું હોવા છતાં જમીનના 80 ટકા સુધી ધિરાણ અથવા 20 લાખ બેમાંથી બંને ઓછું હોય એ સાથેની યોજનાઓ ની માહિતી આપવામાં આવશે.
વડોદરા, કરજણ, સિનોર, નસવાડી, વાઘોડિયા, સાવલી, તિલકવાડા જેવા તાલુકાઓમાં મીટીંગ દરમિયાન અનેક આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા. આવતીકાલે તા પાંચમી એ સંખેડા પાવીજેતપુર અને છોટાઉદેપુર ખાતે મીટીંગ મળનાર છે. જેમાં શાખાઓની સમીક્ષા પણ કરવામાં આવનાર છે.