મહેસાણા જિલ્લાના 3.30 લાખ ખેડૂતોને કઠોળ, દિવેલાના બિયારણ ખરીદીમાં 50 ટકા સબસીડી મળશે

મહેસાણા જિલ્લાના 3.30 લાખ ખેડૂતોને કઠોળ, દિવેલાના બિયારણ ખરીદીમાં 50 ટકા સબસીડી મળશે
  • મહેસાણા જિલ્લાના 3.30 લાખ ખેડૂતો માટે રવિ સિઝન લાભદાયી
  • દિવેલા માટે 1 કરોડ તો કઠોળના વાવેતર માટે બિયારણ ખરીદી પર 2.4 લાખની સહાય

મહેસાણા : મહેસાણા, વિસનગર, કડી, વિજાપુર, વડનગર, ખેરાલુ, જોટાણા, બેચરાજીમાં 100 ટકા ઉપરાંત વરસાદ વરસ્યો છે. જ્યારે સતલાસણામાં 94 ટકા તથા ઊંઝામાં ચોમાસા સિઝનમાં અત્યાર સુધીનો 91 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આથી જિલ્લાના મોટાભાગના ખેડૂતોને ચાલુ ચોમાસુ સિઝનમાં ભારે વરસાદના કારણે નુકસાન થયું છે. જિલ્લાના તમામ 10 તાલુકામાં ભરપુર વરસાદે ખેડૂતોને પાક ધોઈ નાખ્યો છે. તેવામાં સરકાર દ્વારા ખેડૂતોને આગામી શિયાળાની રવિ સિઝનની પાક વાવણી કરવા સહાય જાહેર કરી છે. આગામી શિયાળુ સિઝનમાં ફેર વાવેતરમાં કઠોળ તથા દિવેલાની વાવણી કરવા માંગતા હોય તેવા ખેડૂતો બિયારણ ખરીદીમાં 50 ટકા સબસીડીનો લાભ લઈ શકશે.

ક્યાં બિયારણની ખરીદીમાં કેટલી સહાય મળશે?
મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ પટેલે જણાવ્યું કે, જિલ્લામાં અંદાજીત 3.30 લાખ ખેડૂતો છે જે પૈકીના જે ખેડૂતો કઠોળ કે દિવેલાનું વાવેતર કરવાના છે તેઓને આ બિયારણની ખરીદી પર 50 ટકા સબસીડી મળશે. બિયારણની ખરીદી બીજ નિગમ અને ગુજકોમાસોલના ડીલરો તેમજ સરકારી યોજના સાથે સંકળાયેલ વિતરક સંસ્થાઓ પાસેથી બિયારણની ખરીદી કરવાની રહેશે.

મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે દિવાલા બિયારણ પર 1 કરોડ તથા કઠોળના બિયારણ ખરીદી માટે 2.4 લાખ જેટલી સહાય જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે, જિલ્લામાં મહત્તમ દિવેલાનું વાવેતર થતું હોવાથી તેમાં વધુ સહાય છે જ્યારે કઠોળમાં મગ તથા અળદનો પાક લેવામાં આવે છે. 


ખેડૂત સમાચારની વોટ્સએપ ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરો
CATEGORIES
TAGS
Share This