રાજકોટઃ મિકેનિકલ ઇજનેર દ્વારા મધ ઉત્પાદન કારકિર્દીનો પથ કંડારતી પ્રાકૃતિક ખેતી

રાજકોટઃ મિકેનિકલ ઇજનેર દ્વારા મધ ઉત્પાદન કારકિર્દીનો પથ કંડારતી પ્રાકૃતિક ખેતી
  • રાજકોટમાં બે દિવસના મિલેટ મહોત્સવનો શુભારંભ
  • મિકેનિકલ ઇજનેર દ્વારા મધ ઉત્પાદન કારકિર્દીનો પથ કંડારતી પ્રાકૃતિક ખેતી
  • આણંદમાં હોર્ટીકલ્ચરનો અભ્યાસ પૂરો કર્યા બાદ યુવાન કિશનભાઈએ અપનાવી ગાય આધારિત ખેતી
  • કેમીકલ્સ વગરનો ગોળ તૈયાર કરવામાં કોટડાસાંગાણીનો યુવાન અગ્રેસર

રાજકોટ | ‘મધ ઉત્પાદન એ શોખનો વિષય હોવાથી મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ પુરો કર્યા બાદ જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં ચાલતી મધ ઉછેરની તાલીમ લીધા બાદ પોતાના મધનો વ્યવસાય ચાલુ કર્યો છે’ આ શબ્દો છે રાજકોટમાં નાનામવા ચોક નજીક શરૂ થયેલા મિલેટ મહોત્સવમાં મધ ઉત્પાદકનો સ્ટોલ ધરાવતા નવયુવાન રાજ દવેનાં તેઓ અજમા ઉપરાંત ધાણાનું મધ તૈયાર કરે છે. મિલેટ મહોત્સવમાં શિક્ષિત યુવાનોમાં વધતો જતો પ્રાકૃતિક ખેતી તરફનો વધતો જતો ઝોક આકર્ષણરૂપ જોવા મળ્યો હતો.

પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ગૌ ધારિત ઉત્પાદનો ઉપરાંત ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં પાકતી નાગલી (રાગી) જેવું ધાન્ય, કોદરી, કાંગ, જુવાર, બાજરી, ચેનો, સામો (બંધ) મોરૈયો સહિત અનેક ધાન્ય મિલેટ મહોત્સવમાં જોવા મલ્યા હતાં. કોઇ ગૌ આધારિત ખેતીનાં ઉત્પાદનો લાવ્યા હતાં તો કોઇએ પરંપરાગત ધાન્ય આરોગ્ય માટે કેટલું ઉપયોગી છે ? તે જણાવ્યું હતું.

મધ ઉછેરની પ્રવૃત્તિ સાથે જોડાયેલાં યુવા સાહસિક રાજુ દવે અને ભાર્ગવ રાજપરાએ જણાવ્યું હતું કે મધ ઉત્પાદન ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો રહી છે તેથી ભણ્યા બાદ નોકરીને બદલે અમોએ મધ ઉત્પાદન શરૂ કરી નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. શિયાળામાં અજમાનું મધ અનેક રીતે ઉપયોગી છે. ઉનાળામાં ધાણાનું મધ ઠંડુ હોવાથી ફાયદાકારક છે.

ગીરના જંગલ વિસ્તારમાંથી અમો મધ એકત્ર કરીએ છીએ. સાસણ નજીકનાં ચિરોડી ગામે તલનું વાવેતર વધુ થાય છે. ત્યાં મધ ઉછેરની પેટીઓ મુકીને તલનું મધ એકત્ર કરીએ છીએ.

વેરાવળ નજીક ભંડુરી ગામે ધાણાનું વાવેતર વધુ હોવાથી ત્યાં ધાણાનું અને મોરબી નજીકથી અજમાનું વાવેતર હોવાથી ત્યાં અજમાનું મધ તૈયાર કરવામાં આવે છે. પ્રાકૃતિક રીતે તૈયાર થતાં મધ ઉછેરના કામમાં સરકારની સબસીડી પણ મળે છે. કોટડાસાંગાણીનાં ખરેડા ગામે માત્ર ધો. 12 પાસ વિજયભાઈ ચાવડા પ્રાકૃતિક ખેતી કરી ધરતી માતાની સેવા કરી રહ્યા હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું હતું કે અમો અમારા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી થકી ચણાં, મગ, તુવેરદાળ, જુવાર સહિતનાં ધાન્ય તૈયાર કરીએ છીએ. રાગીના ભુંગળા બનાવ્યા છે.

કેમીકલ્સ વગરનો ગોળ જે તૈયાર કરવામાં આવ્ છે તે ડાયાબીટીસના દર્દીઓ માટે ઉપયોગી છે. કારકિર્દીની ઘણી ઉજળી તકો આ પ્રવૃત્તિમાં રહી છે. આણંદની કૃષિ યુનિ.માં હોર્ટીકલ્ચરનો અભ્યાસ પુરો કર્યા બાદ મેંદરડાના યુવાન કિશનભાઈએ પ્રાકૃતિક ખેતીને કારકિર્દીનું લક્ષ્ય બનાવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે મેંદરડા, વિસાવદર અને ભેસાણ તાલુકામાં અમોએ પ્રાયોગિક રીતે પ્રાકૃતિક ખેતીનાં મોડેલ તૈયાર કર્યા છે. જે વિસ્તારનાં ખેડૂતો ઘઉં, ચણા સહિતનાં ધાન્ય તૈયાર કરે છે જેનાં વેચાણ માટે પ્રાઇવેટ લીમીટેડ કંપની સ્થાપી છે.

વાંસની પ્રોડક્ટ ઉપરાંત ગાયના છાણમાંથી અગરબત્તી સહિતની ચીજવસ્તુ તૈયાર કરતાં હોવાનું તેઓએ જણાવ્યું હતું. બે દિવસના મિલેટ મહોત્સવનાં ઉદ્દઘાટન સમારોહ બાદ આગેવાનોએ આજે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનાં સ્ટોલની મુલાકાત લઇને શિક્ષિક યુવાનોને બિરદાવ્યા હતાં. તેમજ પરંપરાગત ધાન્યની ઉપયોગિતા જાણી તેને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું.

ઇંધણના ખર્ચ વગર શ્રમિકોને ઉપયોગી એવા સ્મોકલેસ ચુલ્લા
ગામની સીમમાં ખેત મજૂરી કરતાં પરિવારો માટે આ સ્મોકલેસ ચુલ્લા ખુબ ઉપયોગી છે તેમાં ઇંધણ તરીકે વપરાતો ખેતીનો નકામો કચરો વપરાય છે. કેરોસીન ઉપર સરકારી બાન મુક્યો છે. ગામડે ગેસ મળવો મુશ્કેલ છે. આ સ્થિતિમાં માટીના છુલ્લા વાપરવાથી તેમાં બળતણ તરીકે વપરાતા લાકડાથી ધૂમાડો થતાં આંખને નુકશાન થયા છે. ફેફસાના રોગ થાય છે. આ સંજોગોમાં સ્મોકલેસ ચુલ્લા હેન્ડ ઓપરેટેડ છે. જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા શ્રમિકો કે ખેત મજૂરો માટે ઉપયોગી છે તેમ જણાવી મિલેટ મહોત્સવમાં શૈલેષભાઈ દોમડિયાએ બેટરી ઓપરેટર અને હેન્ડ ઓપરેટેડ ચુલ્લાનું નિદર્શન દર્શાવ્યું હતું.

પરંપરાગત ધાન્ય કોદરીમાંથી બનાવો ઇડલી ઢોસા-પુલાવ
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તામિલનાડુ, બિહાર અને ઓરિસ્સામાં કોદરીનું સર્વાધિક વાવેતર થાય છે. દાયકાઓથી ભારતમાં કોદરી ધાન્યનો ઉપયોગ થતો રહ્યો છે. દાળ, ખીચડી, રોટલી, ઢોકળા બનાવવામાં કોદરીનો ઉપયોગ થઇ શકે. કોદરીના ઢોસા, ઇડલી, પુલાવ સહિતની નવી વાનગી પણ બનાવી શકાય છે. પ્રોટીન, ફાયબર અને વિટામીનથી ભરપૂર કોદરી બ્લડસુગર લેવલને નિયંત્રિત કરી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

ડાયબિટિસના દર્દીઓ માટે કાંગધાન્ય આશિર્વાદરૂપ
દક્ષિણ ભારતમાં ‘કાંગ’ ધાન્ય વિશેષ પ્રચલિત છે. બાજરી જેવા નાના-નાના દાણા જેવુ આ અનાજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કાંગમાં પ્રોટીન, વિટામીન, ખનિજ પુષ્કળ પ્રમાણમાં હોય છે. ડાયાબીટીસના દર્દીઓ ચોખાની જગ્યાએ કોદરીનો ઉપયોગ કરે છે. આયુર્વેદ અનુસાર કાંગ શીતળ, વાતકારક, ભાંગેલા હાડકાને સાંધનાર અને કફ-પિતનો નાશ કરે છે.

CATEGORIES
TAGS
Share This