નવરાત્રિ પછી પણ શાકભાજી મોંઘુંદાટ, ડુંગળી-ટમેટાં પેટ્રોલ કરતા પણ મોંઘા થયા!
રાજકોટ : રસ્તા પર અને છજા પર પણ ખડ ઉગી નીકળે એવો સતત વરસાદ વચ્ચે શાકભાજીના ભાવમાં બેફામ વધારો થયો છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે પૈસાવાળાનો આહાર ગણાય એવી મોંઘી થઈ છે અને આજે છૂટક બજારમાં તેના ભાવ કિલોએ રૂ.80થી 100એ અને ટમેટાના ભાવ રૂ.100થી 120એ પહોંચ્યા હતા.
માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ વધુ મળતા હોવાથી વધુ આવક ઠલવાઈ રહી છે અને આજે 1050 ક્વિન્ટલ એટલે કે એક લાખ કિલોથી વધુ ડુંગળી ઠલવાઈ હતી જેના ભાવ વધીને રૂ.335થી 1035 સુધી પહોંચ્યા હતા. આ જ રીતે 76800 કિલો ટમેટાની આવક સાથે ભાવ રૂ.600થી 1,200ની ઉંચાઈએ રહ્યા છે.
યાર્ડમાં જેટલા ભાવે શાકભાજીના સોદા થાય છે તેના કરતા છૂટક બજારમાં ફેરિયાઓ બમણાંથી ત્રણ ગણા ભાવ વસુલતા હોય છે. ડુંગળી, ટમેટા ઉપરાંત બટેટાની 4.50 લાખ કિલોની ભરપૂર આવક છતાં ભાવ યાર્ડમાં રૂ.300થી 700 અને છૂટક બજારમાં 50થી 80ના કિલો વેચાય છે. આ જ રીતે કોથમરી, ગુવાર, ચોળાસિંગ, ટીંડોળા, સરગવો, પરવર સહિતના લીલા શાકભાજી પણ મોંઘાદાટ જારી રહ્યા છે. ચોમાસાના પગલે લીલી હળદર, આદુ, લીલી ડુંગળી, વગેરેની આવક શરુ થઈ છે પરંતુ, શરુઆતમાં ભાવ ઉંચા છે.
આ પણ વાંચો : વડોદરા જિલ્લા સંઘના બળવાખોરોએ પાઠ ભણાવ્યો, APMCના પ્રમુખ-ઉપપ્રમુખ રીપીટ કરાયા
આ પણ વાંચો : ખેડૂતો પ્રોડક્ટ સીધી વેચી શકે તે માટે વડોદરામાં બનશે કૃષિ ભવન
આ પણ વાંચો : તળાજાના ખેડૂતે કરી પપૈયા અને કેળની ખેતી, વીઘા દીઠ થશે લાખોમાં આવક