મગફળી ખરીદી મુદ્દતમાં હવે ચાર દિવસ જ બાકી, તાલાલા તાલુકાના 438 ખેડૂતો ખરીદીથી વંચિત

મગફળી ખરીદી મુદ્દતમાં હવે ચાર દિવસ જ બાકી, તાલાલા તાલુકાના 438 ખેડૂતો ખરીદીથી વંચિત
  • ગોડાઉનમાં જગ્યાના અભાવ, બારદાન ઘટને કારણે ધીમી ગતિએ ખરીદી
  • 2756 ખેડૂતો પૈકી 232૦ ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી પૂર્ણ, હવે બાકી ખેડૂતો માટે મુદ્દતવધારો કરવા માંગ

તાલાલા ગીર | તાલાલા પંથકના 45 ગામોના નોંધાયેલા 2756 ખેડૂતોની મગફળી ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે. એમાંથી 232૦ ખેડૂતોની મગફળી સરકારે ખરીદી લીધી છે. મગફળી ખરીદીની અંતિમ તારીખ 7મી ફેબ્રુઆરી નજીકમાં જ આવી રહી છે આમ છતાં નોંધાયેલા ખેડૂતો પૈકી 438 ખેડૂતોની મગફળી ખરીદી બાકી રહી હોવાથી ખરીદીની મુદ્દત વધારી દેવા કૃષિમંત્રી અને સંબંધિતોને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

તાલાલા પંથકના 45 ગામના મગફળી ઉત્પાદક ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાની પ્રક્રિયા માર્કેટીંગ યાર્ડમાં ચાલી રહી છે. ગોડાઉનમા જગ્યાના અભાવે તથા બારદાન ની અછત ને કારણે મગફળી ખરીદીની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી અનેક ખેડૂતો ખરીદીમાં બાકી રહી જાય એમ છે.

માર્કેટીંગ યાર્ડ ચેરમેન સંજયભાઈ શિંગાળા,કિસાન સંઘના પ્રમુખ પ્રવિણભાઈ છોડવડીયાએ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે તાલાલા પંથકના 45 ગામના મગફળીના ઉત્પાદક ખેડૂતો પાસેથી તા.11/11/2૦24ના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ હતી.

તાલાલા પંથકના 2756 ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે મગફળી આપવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ છે. જેના અંતર્ગત 232૦ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી થઈ ચૂકી છે.ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની અંતિમ તા.૦7 ફબુ્રઆરી હોવાથી માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે.

અત્યારે ગોડાઉનમાં જગ્યાનો અભાવ અને મગફળીના બારદાનના અપૂરતા જથ્થાને કારણે ખરીદીની પ્રક્રિયા ધીમી ચાલે છે. હજી પણ અંદાજે 438 જેટલા ખેડૂતોની મગફળી ખરીદી કરવાની બાકી છે. ધીમીગતિને કારણે મગફળીની બાકી રહેતા ખેડૂતોની ખરીદી ચાર દિવસમાં થઈ શકે તેમ નથી. તાલાલા પંથકના એક પણ ખેડૂત વેંચાણથી વંચિત રહે નહીં માટે ખરીદી મુદતમાં વધારો કરી ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે ઘટતું કરવા માંગણી કરી છે.

CATEGORIES
TAGS
Share This