ભરૂચના ખેડૂતો માટે વાલિયા APMCમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન પોર્ટલ 7 દિવસ માટે ખોલો
- વાલિયા APMCના મગ અને સોયાબીનના પાકની ખરીદીનું ઓનલાઇન રજિસ્ટ્રેશન પોર્ટલ ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે 7 દિવસ ખોલવા માગ
- ઘણા ખેડૂતો ઓનલાઇન રજિસ્ટ્રેશનથી વંચિત રહી ગયા છે
નેત્રંગ | વાલિયા ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યુ છે કે ખરીફ સીઝન વર્ષ 2024-2025 માટે સોયાબીન, મગફળી, અળદ અને મગની ટેકાનાં ભાવે ખરીદી માટે APMC વાલિયાની ખરીદ એજન્સી તરીકે નિયુક્ત કરવા તેમજ મગ અને સોયાબીનના પાકો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનું પોર્ટલ ખોલવા અંગે લેખિતમાં રજૂઆત કરી છે.
ચાલુ સીઝન વર્ષ 2024-2025 માટે કેન્દ્ર સરકાર દ્રારા સોયાબીન, મગફળી,અળદ,અને મગની ટેકાના ભાવે ખરીદી માટે નાફેડનાં માધ્યમથી ગુજ.કો. માસોલ, ગાંધીનગરની રાજય કક્ષાની નોડલ એજન્સી મારફત ખરીદી નક્કી કરવા માટેની નિયુક્તિ કરવામાં આવેલા છે.
હાલ સોયાબીન, મગફળી, અળદ અને મગનાં બજાર ભાવ સરકાર દ્રારા નક્કી કરાયેલા ટેકાનાં ભાવ કરતા ખૂબ જ નીચા ચાલે છે. જેથી ખેડૂતો દ્વારા સરકાર દ્રારા ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે નક્કી કરાયેલી સમય મર્યાદામાં ઘણા ખેડુતો ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ વંચિત રહી ગયેલા છે.
ખેડૂતોએ ટેકાના ભાવે ઓનલાઈન રજિસ્ટ્રેશનથી વેચાણ કરવા વંચિત રહી ગયા છે.ભરૂચ જીલ્લાનાં ખેડૂતોને મગ અને સોયાબીન જેવા પાકો ટેકાનાં ભાવે વેચાણ કરવા માગતા હોય છે. જે ધ્યાને લઈ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે દીન 7 માટે પોર્ટલ ખોલવા વિનંતી જેથી અમારા જિલ્લાના ખેડૂતોને સરકારની APMCનો લાભ મળી રહે.
ખરીફ સીઝન વર્ષ 2024-2025 માટે સોયાબીન, મગફળી, અળદ, અને મગની ટેકાના ભાવે ખરીદી માટે ભરૂચ જીલ્લાનાં વાલીઆ, નેત્રંગ, અંકલેશ્વર, હાંસોટ, ઝઘડીયા, વાગરા, ભરૂચ, આમોદ અને જંબુસરનાં સેન્ટરમાં રજિસ્ટર્ડ થયેલ ખેડૂતો અને થનાર નવા રજિસ્ટ્રેશન ધરાવતા ખેડુતોની ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી માટે APMC વાલીઆની ખરીદ એજન્સી તરીકે નિયુક્તિ કરવા બાબતે લેખિત રજૂઆત કરાતા ખેડૂતોમા આનંદની લાગણી ફરીવળી છે.
આ પણ વાંચોઃ કપડવંજ તાલુકાના ખેડૂતો ખરીફ પાકના ટેકાની ખરીદીથી વંચિત
આ પણ વાંચોઃ ઊંચી મજૂરી આપવા છતાં મજૂરો નહીં મળતાં અમરેલી જિલ્લાના ખેડૂતો પરેશાન