પાદરાના ખેડૂતે 9 વીઘા જમીનમાં મિશ્ર પ્રાકૃતિક ખેતી કરી વર્ષે 3.5 લાખની કમાણી કરી

પાદરાના ખેડૂતે 9 વીઘા જમીનમાં મિશ્ર પ્રાકૃતિક ખેતી કરી વર્ષે 3.5 લાખની કમાણી કરી

પાદરાના ખેડૂતે 9 વીઘા જમીનમાં મિશ્ર પ્રાકૃતિક ખેતી કરી વર્ષે 3.5 લાખની કમાણી કરી. ખેડૂત મહેશભાઈ કનુભાઈ પઢીયારે 9 વીઘા જમીનમાં ચાર વર્ષથી મિશ્ર પ્રકારની પ્રાકૃતિક ખેતી કરે છે. પાકૃતિક ખેતીમાં સફળતા મળેવ્યા બાદ મહેશભાઈ હવે અન્ય ખેડૂતોને તાલીમ આપે છે અને ગાય આધારિત કુદરતી ખેતી વિશે જાગૃતિ ફેલાવવા માટે સખી મંડળ ચાલુ કર્યા છે.

પાદરા તાલુકાના લોલા ગામના 42 વર્ષીય મહેશભાઈ કનુભાઈ પઢીયાર 2020થી 9 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. વિવિધ પ્રકારનો સરગવો , રીંગણ, ભીંડા, મરચાં, કેરી જેવા અન્ય પાકોની પણ ખેતી કરે છે. ગાય આધારિત ખેતી કરીને તેમના ખેતરમાં મૌસમી શાકભાજી ઉગાડે છે. નોંધનીય છે કે, રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને કુદરતી ખેત પેદાશોના નિભાવ અને ઉપયોગને લીધે બે વર્ષ પહેલાં થયેલી તેમની મગજની સર્જરીમાંથી તેને સાજા થવામાં મદદ મળી છે. તેવું ખુદ મહેશભાઇ કહી રહ્યાં છે.

તેઓ કહે છે કે કુદરતી ખેતીના કારણે ફક્ત મને જ નહીં પરિવારના સભ્યોને સ્વાસ્થ્યને ફાયદો થયો છે. “હું 4 વર્ષ પહેલાં ગાય આધારિત કુદરતી ખેતી તરફ વળ્યો હતો, અને ઓપરેશન પછી સાજા થયા પછી, કુદરતી ખેતી પ્રત્યેની મારી માન્યતા વધુ પ્રબળ બની છે. મને આર્થિક ફાયદો તો થયો જ છે પણ મારી તબિયતમાં પણ ઝડપી સુધાર થયો છે. મારી પાસે ત્રણ ગાય છે આ ગાય આધારિત વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરું છું. મારી જમીનમાં ફક્ત આ જ ખાતરનો ઉપયોગ કરું છું.”

હવે હું અમારા ગામ લોલા ઉપરાંત ચિત્રાલ, સાંઢા, ગામેઠા અને સોમજીપુરા ગામોના ખેડૂતોને કુદરતી ખેતીની તાલીમ આપું છું. કુદરતી ખેતીમાં ગાય અભિન્ન અંગ છે એટલે ગાયના કલ્યાણ માટે સખી મંડળ ઉભું કર્યું છે. હું ગુજરાતના અને ભારતના તમામ ધરતીપુત્રોને એક સંદેશો આપવા માંગુ છું કે સુખી અને સમૃદ્ધ જીવન જીવવું હોય અને આવનારી પેઢીને સુખી કરવી હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવો અને ગાયોનું રક્ષણ કરો.


ખેડૂત સમાચારની વોટ્સએપ ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરો

CATEGORIES
TAGS
Share This